(ANI Photo)

ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીએ દેશની પ્રતિષ્ઠિત એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બેને ₹315 કરોડનું દાન આપ્યું છે. નિલેકણી 1973માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરવા માટે આ શિક્ષણ સંસ્થામાં જોડાયા હતા અને આ જોડાણના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગે તેમણે આ દાન આપ્યું છે.

એક રીલીઝમાં જણાવાયું હતું કે આઇઆઇટી, બોમ્બેમાં દાનનો હેતુ વિશ્વ-કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપન કરવાનો, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના ઉભરતા ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપવાનો તથા ટેક સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને પોષવાનો છે. આ યોગદાન ભારતમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા સૌથી મોટા દાનમાંનું એક છે.
નીલેકણીએ જણાવ્યું હતું કે IIT-Bombay મારા જીવનનો એક પાયાનો પથ્થર છે, જેને મારા રચનાત્મક વર્ષોને આકાર આપ્યો છે અને મારી યાત્રાનો પાયો નાંખ્યો છે. આ પ્રતિષ્ઠિત સંસ્થા સાથેના મારા જોડાણના 50 વર્ષની ઉજવણી કરતી વખતે ભવિષ્ય માટે યોગદાન આપવા બદલ આભારી છું. આ દાન માત્ર એક નાણાકીય યોગદાન કરતાં વિશેષ છે. આ સંસ્થાઓ મને ઘણુ આપ્યું છે. આ દાન વિદ્યાર્થીઓ માટેની પ્રતિબદ્ધતા છે જે આવતીકાલે આપણી દુનિયાને આકાર આપશે.

નીલેકણી અને IIT બોમ્બેના ડાયરેક્ટર પ્રોફેસર સુભાસીસ ચૌધરીએ ​​બેંગલુરુમાં મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા હતા. ચૌધરીને જણાવ્યું હતું કે ઐતિહાસિક દાન IIT બોમ્બેને વૈશ્વિક નેતૃત્વના માર્ગ પર સ્થાપિત કરશે. નીલેકણીએ આ સંસ્થાને અગાઉ ₹85 કરોડનું દાન આપ્યું હતું, જેનાથી તેમનું કુલ યોગદાન ₹400 કરોડ થઈ ગયું હતું.

LEAVE A REPLY

sixteen − 6 =