અમદાવાદમાં 20 જૂન, 2023ના રોજ વાર્ષિક ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાREUTERS/Amit Dave

અમદાવાદમાં મંગળવાર, 20 એપ્રિલે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. દર વર્ષે અષાઢી બીજે આ રથયાત્રા નીકળે છે અને તેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.અંદાજે સાડા ચારસો વર્ષ પહેલા રામામંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજી મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે. સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો. જેથી તેઓ જગન્નાથપુરીથી નીમકાષ્ઠની બનેલી મૂર્તિઓ લાવ્યા અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી.

જગન્નાથમંદિરના મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી. અમદાવાદની રથયાત્રાનો પ્રારંભ 146 વર્ષ પહેલાં 2 જુલાઈ 1878ના અષાઢી બીજના રોજ થયો હતો. એ વખતે રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું અને ત્યાં હવે બધાં જ ભાવિકોને જમાડવામાં આવે છે.

અત્યાર સુધી જગન્નાથ મંદિરના 13 ગાદીપતિ થયા છે, જેમાંથી વર્તમાન મહંત દિલીપદાસજી અને નરસિંહદાસજી સિવાયના તમામ પરપ્રાંતીય હિંદીભાષી હતા. દિલીપદાસજી અમદાવાદમાં જ જન્મયા અને મોટા થયા છે, તેમના દાદાની મંદિરપરિસરમાં ચાની કિટલી હતી.

LEAVE A REPLY

twenty − 1 =