Integration of reservation system of Air India Express and AirAsia India

એર ઇન્ડિયાએ તેની બે લો-કોસ્ટ પેટાકંપનીઓ એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા ઇન્ડિયાની રિઝર્વેશન સિસ્ટમ અને કસ્ટમર ઇન્ટરફેસનું સંકલન કર્યું છે. 27 માર્ચે આ બે એરલાઇન માટે એક યુનિફાઇડ રિઝર્વેશન સિસ્ટમ અને વેબસાઇટ ચાલુ થઈ હતી, એમ એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આનો અર્થ એવો થાય છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસ હવે એરએશિયા ઇન્ડિયાની સિસ્ટમનો ઉપયોગ કરશે.

આનાથી પેસેન્જર બંને એરલાઈન્સ માટે હવે એક જ વેબસાઈટની મદદથી ટિકિટ બુકિંગ કરાવી શકશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા ઈન્ડિયાના વિલયની દિશામાં આગળ વધતા એર ઈન્ડિયા ગ્રૂપે સિંગલ, ઈન્ટીગ્રેટેડ રિઝર્વેશન સિસ્ટમ અને વેબસાઈટની જાહેરાત કરી હતી. આ સિસ્ટમ એર એશિયા ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ બંનેને એક જ સીઈઓ હેઠળ રાખવાના ત્રણ મહિના પછી આવી છે.

મુસાફરો હવે એક નવી સંકલિત વેબસાઈટ airindiaexpress.com પર એરએશિયા ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે બુકિંગ અને અને ચેક-ઈન કરી શકશે.

LEAVE A REPLY

9 − 1 =