ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડમાં આશરે 15,000 લોકો સાથે યોગાસન કર્યા હતા.(PTI Photo/Shailendra Bhojak)
  • ઇન્ડિયન હાઇ કમિશન યુકે દ્વારા ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા પ્રસંગે મંગળવાર તા. 20 જૂન 2023ના રોજ સવારે 8-30 કલાકે ટ્રફાલ્ગર સ્કવેર લંડન ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
  • નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા સંસ્થાના હોલ, 26B ટૂટીંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે તા. 21ના રોજ સાંજે 6થી 9 દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ યોગનું પ્રદર્શન, યોગ મુદ્રાઓ, શાકાહારી ભોજન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાસંગિક ગીતો, સમૂહ નૃત્ય, નાસ્તાનો લાભ મળશે. સંપર્ક: પ્રવિણભાઇ અમીન 07967 013 871 અને ભારતીબેન પટેલ 07507 687 017.
  • IDUK દ્વારા ઈશા ફાઉન્ડેશન સાથે મળીને અપ્ટન કોર્ટ પાર્ક, સ્લાવ SL3 7LU ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેના એક કાર્યક્રમનું આયોજન 17 જૂન ના રોજ સવારે 10 થી 1 વાગ્યા સુધી કરાયું છે. જેમાં ઈશા ફાઉન્ડેશન અને રાસ યોગના પ્રમાણિત યોગ ગુરૂઓ સાથે બે યોગ સત્રનો લાભ મળશે અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. 14 વર્ષ સુધીના બાળકો માટે વિશેષ સત્ર હશે. સંપર્ક: [email protected]
  • ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વીમેન IIW દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના એક કાર્યક્રમનું આયોજન શનિવાર, 24મી જૂનના રોજ બપોરે 2 થી 3 દરમિયાન હેરો રિક્રિએશન ગ્રાઉન્ડ, (પ્રવેશ – રોક્સબરો રોડ) કનિંગહામ પાર્ક નજીક, હેરો HAI 1PB ખાતે કરવામાં આવ્યું છે. જેમાં તમામ લેવલના લોકોને યોગ, સૂર્ય નમસ્કાર, હળવું ધ્યાન, હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝનો લાભ મળશે.
  • સોહમ યોગ લંડન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે રવિવાર 18મી જૂનના રોજ સવારે 9:45 વાગ્યે હેડસ્ટોન મનોર અને મ્યુઝિયમ, હેરો HA2 6PX ખાતે વિશેષ કાર્યક્રમ, યોગાથોન અને સૂર્ય નમસ્કાર ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાણ, મેયરેસ મીના ચૌહાણ હાજર રહેશે.
  • યુએન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 પ્રસંગે રવિવાર તા. 25 જૂનના રોજ સવારે 10 થી 12 દરમિયાન વુડબેંક નોર્થ, ડીસાઇડ રોડ, કલ્ટ્સ, એબરડીન, AB15 9PN ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે સામુદાયિક યોગ કાર્યક્રમનું આયોજન બુધવાર તા. 21 જૂન 2023ના રોજ સવારે 7.30થી 8.30 દરમિયાન માર્બલ હિલ, રિચમન્ડ રોડ, ટ્વિકનહામ, TW1 2NL ખાતે ખાતે કરવામાં આવ્યું છે.
  • પતંજલિ યોગ PYPT દ્વારા 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે શનિવાર તા. 24 જૂન 23ના રોજ સવારે 10થી 4 દરમિયાન બાબા રામદેવ યોગાના સાથીદાર આચાર્ય બાલક્રિષ્ણા જીના સથવારે વોલાટોન હોલ, એન્ડ ડીન પાર્ક, ઓફ વોલાટોન રોડ, નોટીંગહામ, NG8 2AE ખાતે કરવામાં આવ્યું છે. જેમાં યોગ અને પીકનીકનો લાભ મળશે.

LEAVE A REPLY

fifteen + eighteen =