• નાગરેચા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ ગાયક કલાકાર મુકેશની 100મી જન્મજયંતિ પર તેમને શ્રધ્ધાંજલિ આપવા ‘સ્વીટ મેમરીઝ ઓફ મુકેશ’ ગીત સંગીત કાર્યક્રમનું આયોજન હરીબેન બચુભાઈ નાગ્રેચા હોલ 198-202 લેટન રોડ લંડન E15 1DT ખાતે રવિવાર 23 જુલાઈ 2023ના રોજ સાંજે 4 થી 9 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. તે પહેલા લંચનો લાભ મળશે. શોમાં ગાયક કલાકારો રૂતુ પટેલ અને મુખ્તાર શેક મુકેશના ગીતો ગાશે. સંપર્ક: 07760 388 911 (Umi)
  • લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા શનિવાર 8મી જુલાઈ 2023ના રોજ વેલિંગબરોમાં હાઈફિલ્ડ ટેબલ ટેનિસ ક્લબ ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગ લેવા ઈચ્છતા લોકોએ શુક્રવાર 30મી જૂન સુધીમાં સંપર્ક કરવો. LCNL ટેબલ ટેનિસ ક્લબના દ્વારા RCT સ્પોર્ટ્સ સેન્ટરમાં રવિવારે સવારે 9.00 થી 1.00 પ્રેક્ટિસ સેશન કરાય છે. સંપર્ક: નીતિન કક્કડ 07950 198 384.

LEAVE A REPLY

19 − fifteen =