અન્ય દેશોની સાથે કેનેડામાં પણ ક્રિકેટની લોકપ્રિયતા, વ્યાપ ઝડપથી વધી રહ્યા છે. આઇપીએલની દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝે ઓન્ટારીઓના મિસિસૌગામાં ક્રિકેટ એકેડેમી વિકસાવવામાં આવી રહી છે. આ એકેડેમીમાં દિલ્હી કેપિટલ્સના કોચિંગ મુજબ પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોને અભ્યાસ કરાવાશે.
ટ્રાયલ સેશન્સ અને પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગીના કાર્યક્રમો આ મહિને યોજાશે, ત્યાર પછી ટ્રેઇનિંગ કાર્યક્રમો શરૂ થશે. દિલ્હી કેપિટલ્સ લંડનમાં સાજિદ મહમૂદ ક્રિકેટ એકેડેમી સાથે યુકેમાં તો અગાઉથી જ કાર્યરત છે.
આ અંગે ઓન્ટારીઓ ક્રિકેટ એકેડેમીના સ્થાપક અને ડાયરેક્ટર ડેરેક પરેરાએ જણાવ્યું હતું કે, ‘નોર્થ અમેરિકામાં ક્રિકેટ વધુ પ્રોફેશનલ બની રહ્યું છે, આ ભાગીદારીને કારણે કેનેડાના પ્રતિભાશાળી ખેલાડીઓને વૈશ્વિક ધોરણો, યોગ્ય વાતાવરણ અને વાસ્તવિક તકો મળશે.’ દિલ્હી કેપિટલ્સની ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) બંનેમાં રમે છે.














