Iqbal Singh CBE

પ્રોફેસર ઈકબાલ સિંઘને BAME ડોકટરોને મદદ કરવા અને વૃદ્ધ લોકોની હિમાયત કરવાના કાર્યો માટે CBE એનાયત કરાયો હતો.

તેમણે ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “આ એક મહાન સન્માન છે, પરંતુ મને લાગે છે કે તે માત્ર વ્યક્તિગત યોગદાન માટે નથી, તે તમામ કાર્ય માટે છે જે મેં વૃદ્ધ લોકોની સંભાળ, સમાનતા અને ન્યાયીપણાં અને કરુણાને પ્રોત્સાહન આપવા માટે કર્યું છે. NHS, અને ખાસ કરીને કોવિડ દરમિયાન BME ડોકટરોને ટેકો આપવા માટે અમે જે કામ કર્યું છે.’’

સિંઘ BAME ડોકટરોને માન્યતા અને સમર્થન આપવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે જેથી તેઓ તેમની કારકિર્દીમાં પ્રગતિ કરી શકે અને યુકેમાં “અસમાનતાનો અનુભવ ન કરે”.