હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કોવિડ-19 દર ધરાવતા નવ વિસ્તારોમાં નવા ટ્રેઇલબ્લેઝિંગ સેલ્ફ આઇસોલેટ સપોર્ટ પાઇલોટ્સનું અનાવરણ કર્યું છે. સ્થાનિક અધિકારીઓ જેમને સેલ્ફ આઇસોલેટ થવું છે તેમને વધુ ટેકો આપવા માટે વૈકલ્પિક આવાસ માટે મદદ કરશે. આ પ્રોગ્રામ દેશભરમાં સેલ્ફ આઇસોલેટ થનારા લોકોને ટેકો આપવાના વધુ રસ્તાઓ શોધવામાં મદદ કરશે.

સ્થાનિક અધિકારીઓ સાથેની ભાગીદારીમાં, સરકાર આ પાઇલટ્સ માટે £12 મિલિયનનું ભંડોળ આપશે. જેનો ઉપયોગ ગીચ કુટુંબમાં રહેતા લોકોને વૈકલ્પિક આવાસ પૂરા પાડવામાં આવશે, નબળુ આરોગ્ય ધરાવતા લોકોને સહાય કરાશે. લૉકડાઉન અને રોગચાળાના કારણે જેમના માનસિક સ્વાસ્થ્યને અસર થઇ છે અને અંગ્રેજી પ્રથમ ભાષા ન હોય તેવા વ્યક્તિઓને પણ ભાષા સંદેશાવ્યવહાર માટે મદદ કરાશે. આ પાઇલોટ્સ કોવિડ-19નો ચેપ મેળવવાનું અને ટ્રાન્સમિટ કરવાનું જોખમ ધરાવતા લોકો ટેસ્ટ માટે આગળ આવે અને જો તેઓ પોઝીટીવ જણાય તો સફળતાપૂર્વક સેલ્ફ આઇસોલેટ થવા મદદ કરશે.

આ પાઇલટ્સ માટે ભંડોળ મેળવનાર વિસ્તારોમાં ન્યૂહામ છે; યોર્કશાયર અને હમ્બર; લેન્કેશાયર, બ્લેકબર્ન અને ડાર્વેન, બ્લેકપૂલ; ગ્રેટર માન્ચેસ્ટર; ચેશાયર અને મર્સિસાઇડ; કિંગ્સ્ટન; હેકની; પીટરબરો, ફેનલેન્ડ અને સાઉથ હોલેન્ડ, અને સમરસેટનો સમાવેશ થાય છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે “અમે જાણીએ છીએ કે ઘણા લોકો માટે સેલ્ફ આઇસોલેટ થવું કેટલું પડકારજનક છે અને આ પાઇલટ્સ લોકોને ટેકો આપવાના શ્રેષ્ઠ રસ્તાઓ શોધવામાં અને દરેકના કામ સરળ બનાવવામાં મદદ કરશે.”

સરકાર આ હેતુ માટે પહેલેથી જ £2 મિલિયનનું ભંડોળ ગ્રેટર માન્ચેસ્ટર ક્ષેત્રમાં આપી રહી છે. યુકેની હેલ્થ સિક્યુરીટી એજન્સીના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. જેની હેરીઝે જણાવ્યું હતું કે “અમે આ વાયરસને પાછો પાડવા અને નવા વેરિયન્ટ્સના પ્રસારને રોકવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે મળી જે કંઇ પણ કરી રહ્યા છીએ તે આનંદની વાત છે. હું આ પાઇલટ્સ સાથે સંકળાયેલા સ્થાનિક અધિકારીઓના પ્રયત્નો માટે ખૂબ આભારી છું.”