EUTERS/Amir Cohen

ગાઝામાં સમુદ્ર અને હવામાંથી ભીષણ હુમલાની સાથે ઇઝરાયેલે ટેન્કો અને સૈનિકો મોકલીને તેના જમીની ઓપરેશનને પણ હવે વિસ્તૃત બનાવ્યું હતું. બીજી તરફ અમેરિકાએ જણાવ્યું હતું કે આ યુદ્ધમાં અમે ઇઝરાયેલ માટે કોઇ રેડલાઇન નક્કી કરી નથી. પેલેસ્ટાઇનની ટેલિકોમ કંપની પાલટેલે જણાવ્યું હતું કે ઇઝરાયેલના બોંબમારાથી ગાઝા પટ્ટીમાં ઈન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ છે.

ઇઝરાયેલની બોંબવર્ષાને ગાઝાના લોકોએ આ યુદ્ધની સૌથી ભીષણ ગણાવી હતી. તેનાથી મોટાભાગના વિસ્તારોમાં દૂરસંચાર સેવા ખોરવાઈ ગઈ હતી.

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ગાઝાની જમીન હચમચી ઉઠી છે અને ગાઝામાં હમાસ શાસિત પ્રદેશોમાં યુદ્ધ નવા તબક્કે પહોંચ્યું છે. યુદ્ધવિમાનોએ હમાસની ડઝનેક ટનલ અને ભૂગર્બ બંકરો બોંબમારો કર્યો હતો. મિલિટરીએ કેટલાંક તસ્વીરો જારી કરી હતી, જેમાં દેખાય છે કે ટેન્કોનો કાફલો ગાઝાના ખુલ્લા મેદાનમાં ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.

ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારે ગાઝામાં પેલેસ્ટિનિયન મૃત્યુઆંક વધીને આશરે 7,700 થયો હતો. શુક્રવાર પછીથી વધુ 377 લોકોના મોત થયાં હતાં. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગની મહિલાઓ અને સગીરો છે. મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે સંદેશાવ્યવહાર સેવા ખોરવાઈ ગઈ હોવાથી હેલ્થ નેટવર્ક પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. રહેવાસીઓ પાસે એમ્બ્યુલન્સને કોલ કરવાનો કોઈ રસ્તો ન હતો અને હવાઇ હુમલાના અવાજોનો પીછો કરીને ઇમર્જન્સી ટીમો લોકોને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઇઝરાયલના હવાઇહુમલાથી શુક્રવારની સાંજે ઇન્ટરનેટ સેવાઓ બંધ થઈ હતી. ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન નેટવર્ક ઠપ થતાં ગાઝામાં લોકોએ અચાનક લગભગ તમામ સંપર્ક ગુમાવી દીધા છે. માનવતાવાદી સંગઠનો અને પત્રકારોએ પણ જણાવ્યું હતું કે તેમણે તેમના સાથીઓનો સંપર્ક ગુમાવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોહન કિર્બીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલનું ભૂમિદળ ગાઝામાં તેના ઓપરેશનને વિસ્તૃત બનાવી રહ્યું છે. આ યુદ્ધનો લાંબા ગાળાનો સંતોષજનક હેતુ શું હોઇ શકે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમે ઇઝરાયેલ માટે કોઇ રેડલાઇન દોરી રહ્યાં નથી. અમે તેમને સમર્થન આપતા રહીશું. અમેરિકા ઇરાન સમર્થિત આતંકી પરના હવાઇ હુમલાની અસરોની ચકાસણી કરી રહ્યું છે અને સ્વબચાવમાં વધુ પગલાં લેતાં ખચકાશે નહીં.

LEAVE A REPLY

eleven + 10 =