કોરોના વાયરસે લગભગ આખી દુનિયાને પોતાની ઝપટમાં લઇ લીધા છે. કમ સે કમ 95 દેશોમાં 1 લાખ 7 હજારથી વધુ લોકો આ ઘાતક વાયરસથી સંક્રમિત છે. જો કે રાહતની વાત એ છે કે તેની ઝપટમાં આવનારા અડધાથી વધુ લોકોની રિકવરી પણ થઇ ચૂકી છે. આ વાયરસે દુનિયાભરમાં અત્યાર સુધીમાં 3654 લોકોના મોત થયા છે. તેમાંથી 557ને છોડતા તમામ મોત ચીનમાં થયા છે. ચીનથી બહાર થનારા મોતના અડધાથી વધુ કેસ એકલા ઇટલીમાં આવ્યા છે, જ્યાં રવિવારના સુધીમાં 336 લોકોના આ વાયરસથી મોત થયા.
આની પહેલાં કોરોના વાયરસથી થનાર મોતના કેસમાં દક્ષિણ કોરિયા ચીન બાદ બીજા નંબર પર હતા પરંતુ રવિવારના રોજ ઇટલીમાં મોતનો આંકડો ઝડપથી વધ્યા. સ્થિતિની ગંભીરતાનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે રવિવારના રોજ અચાનક ઇટલીમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 133થી લગભગ ત્રણ ઘણી વધતા 366 થઇ ગઇ. એટલે કે એક જ દિવસમાં 233ના મોત. તેમાં પણ મોટાભાગના મોત ઇટલીના સૌથી ધનિક ઉત્તર વિસ્તારમાં થયા છે.
જો ઇટાલીયન અને યુરોપિયન મીડિયાની વાત માનીએ તો ઇટલીએ મુસ્લિમ દેશો અને ચીનથી આવનારા પર્યટકોનું સ્કેનિંગ યોગ્ય રીતે કર્યું નહીં. ઇટલીમાં દુનિયાભરમાંથી દરરોજ લાખો લોકો ફરવા આવનારાની સંખ્યા દરરોજ લાખોમાં હોય છે. બીજું કે ઇટલીનું વાતાવરણ ઠંડુ હોવાની સાથે હ્યુમિડ પણ રહે છે. કારણ કે આજુબાજુ જળસ્ત્રોત ખૂબ જ છે. આથી કોરોનાવાયરસે ઠંડા હવામાનનો ફાયદો ઉઠાવીને ભયંકર તબાહી મચાવી દીધી. ઇટલીની સરકારે પહેલેથી હાઇજીન અને સેનેટાઇઝેશનને લઇ કોઇ ખાસ પગલાં ઉઠાવ્યા નહોતા.
સૌથી ખરાબ સ્થિતિ સૌથી ધનિક ઉત્તર ઇટલીમાં છે. સ્થિતિને ઉકેલવા માટે ઇટલી સરકારે રવિરાના રોજ પોતાની અંદાજે એક ચતૃર્થાંશ એટલે કે ચોથા ભાગની વસતી પર પ્રતિબંધ મૂકી દીધો છે એટલે કે 1.6 કરોડ લોકોની કેદ જેવી સ્થિતિમાં રખાયા છે. આ પ્રતિબંધો ઉત્તર ઇટલીમાં છે જે દેશના ઇકોનોમીનું એન્જિન કહેવાય છે. પ્રતિબંધોના લીધે નોર્થ ઇટલીના તમામ મ્યુઝિયમ, મુવી થિએટર, ડિસ્કો, બેટિંગ પાર્લર વગેરેને બંધ કરી દેવાયા છે. ઇટલીની સરકારના આ આદેશથી હવે લોમ્બાર્ડી, મોડેના, પર્મા, પિયાસેંજા, રેજિયો એમિલિયા, રિમિની, પેસારો, અર્બિનો, અલેસાંડ્રિયાઅસ્તી, નોવારા, વર્બાનો-કુસિયો-ઓસોલા, વર્સિલી, પાદુઆ, ટ્રેવિસો અને વેનિસમાં અંદાજે 1.60 કરોડ લોકો પોતાના ઘરમાં નજરકેદ છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ જેવીકે રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેશનો પર લોકો ના બરાબર છે.