(ANI Photo)

70-80ની દાયકાની જાણીતી અભિનેત્રી ઝીન્નત અમાને પોતાના જમાનાની અનેક વાતો કરી છે. તાજેતરમાં તેણે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, લોકોને તેની ટેલેન્ટ કરતાં તેના ચહેરા અને ફિગરમાં વધુ રસ હતો. તેને આને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે લોકો મારા લખાણ પર પ્રશંસાના પુષ્પો વેરે છે, પણ મારામાં આ ટેલેન્ટ રાતોરાત આવી ગઇ હોય એવું નથી. અગાઉ પણ મારામાં આવી ટેલેન્ટ હતી, પરંતુ ત્યારે લોકો મારા ફિગર અને દેખાવમાં વધુ રસ દાખવતા હતા.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, ‘મને વહેલીતકે સમજાઇ ગયું હતું કે સમગ્ર વિશ્વમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની યુવાની અને સુંદરતા જ ચાલે છે. આથી મેં મારા દેખાવને સુધાર્યો હતો. જોકે તેની સાથે સાથે અભિયનની પસંદગીમાં પણ ધ્યાન રાખ્યું હતું. હજુ પણ લોકોને મારા ચહેરા અને ફિગરમાં વધુ રસ છે. આ જ કારણ છે કે મને મારી વધતી વય પસંદ છે અને તેણે તમામ સ્તરને સંતુલિત કરી દીધા છે.’

શરૂઆતમાં તેને જાહેરમાં આવવામાં ખચકાટ થતો હતો. તેણે કહ્યું હતું કે હું નહોતી જાણતી કે મારી પોતાની હકીકતો જાહેરમાં બોલવામાં મને કેટલી ખુશી થશે. 70ના દાયકાની એક અગ્રણી એક્ટ્રેસ તરીકે હું કાયમ ચર્ચાનો વિષય રહી હતી. પરંતુ તેમાં મારે કશું જ કહેવાનું રહેતું નહોતું. મારા પ્રત્યેની ધારણાઓ અને ચર્ચા હંમેશા ગૂંગળામણ ભરી રહેતી હતી. પરંતુ ત્યારે મને જવાબ આપવાની તક ઓછી મળતી હતી. ઇન્સ્ટાગ્રામ પર મને મારી અભિવ્યક્તિની આઝાદી મળી. મેં ફેબ્રુઆરીથી મારા ઇન્ટરવ્યૂની એકપણ રિક્વેસ્ટ સ્વીકારી નથી.’

LEAVE A REPLY

1 × four =