અમદાવાદ એરપોર્ટ પર યુકેના વડા પ્રધાન બોરીસ જૉન્સનનું સ્વાગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. જૉન્સન ત્યાંથી સૌ પ્રથમ સાબરમતિ આશ્રમની મુલાકાત લેશે. બાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશીપ જશે. તેઓ વડોદરામા હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લે તેવી શક્યતા છે.

જૉન્સનની મુલાકાતનું ટાઈમ શેડ્યુલ્ડ જાહેર કરવામાં આવ્યું નથી.