બાલ્ટીમોરના એક જ્યુરીએ તાજેતરમાં જોન્સન એન્ડ જોન્સન (J&J) અને તેની પેટાકંપનીઓને એક મહિલાને $1.5 બિલિયનથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ મહિલાએ દાવો કર્યો હતો કે કંપનીની ટેલ્ક-આધારિત પ્રોડક્ટ્સમાં એસ્બેસ્ટોસ છે અને દાયકાઓ સુધી તેના સંપર્કમાં આવવાથી તેને પેરીટોનિયલ મેસોથેલિઓમા (કેન્સરનું એક દુર્લભ સ્વરૂપ) થયું હતું.
મેરીલેન્ડના બાલ્ટીમોર સિટી માટેના સર્કિટ કોર્ટના જ્યુરીઓએ ચુકાદામાં જણાવ્યું હતું કે કંપની, તેની બે પેટાકંપનીઓ ચેરી ક્રાફ્ટને તેના બેબી પાવડરમાં એસ્બેસ્ટોસ હોવાની ચેતવણી આપવામાં નિષ્ફળ રહી હતી.
જોન્સને આ ચુકાદાને પડકારવાની જાહેરાત કરી હતી. મહિલાના લો ફર્મ જણાવ્યું હતું કે એક જ વાદીને આપવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું વળતર છે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર ક્રાફ્ટને જાન્યુઆરી 2024માં મેસોથેલિઓમા હોવાનું નિદાન થયું હતું. આ વળતરમાં 59.84 મિલિયન યુએસ ડોલરનું વળતર, કંપનીને નુકસાન માટે 1 બિલિયન ડોલરની પેનલ્ટી તથા જોન્સનની પેટાકંપની પેકોસ રિવર ટાલ્ટને ફટકારવામાં આવેલી 500 મિલિયનની પેનલ્ટીનો સમાવેશ થાય છે. અગાઉ ડિસેમ્બરની શરૂઆતમાં કેલિફોર્નિયાના જ્યુરીએ બે મહિલાઓને 40 મિલિયન યુએસ ડોલરનું વળતર આપવાનો ચુકાદો થયો હતો. આ બંને મહિલાએ પણ કંપનીના બેબી પાવડરથી અંડાશયનું કેન્સર થયું હોવાનો આરોપ મૂક્યો હતો.
જોન્સનને આ ચુકાદાને ભૂલભરેલો અને સ્પષ્ટપણે ગેરબંધારણીય ગણાવ્યો હતો. કંપનીના વર્લ્ડવાઇસ વાઇસ પ્રેસિડન્ટ એરિક હાસે જણાવ્યું હતું કે “અમે તાત્કાલિક આ ચુકાદા સામે અપીલ કરીશું.
જોન્સન એન્ડ જોન્સને 2020માં અમેરિકામાં અને 2023માં વૈશ્વિક સ્તરે ટેલ્ક-આધારિત બેબી પાવડરનું વેચાણ બંધ કરી દીધું હતું અને કોર્નસ્ટાર્ચ-આધારિત વિકલ્પો અપનાવ્યાં હતાં.













