નાગપુરમાં દશેરા તહેવારની પૂર્વસંધ્યાએ રાવણ દહન માટે કેપી મેદાન તૈયારી (ANI Photo)

દેશભરમાં મંગળવારે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ જણાવ્યું હતું કે “વિજયાદશમી નિમિત્તે દેશભરના મારા પરિવારના સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓને સમાપ્ત કરવાનો તેમજ જીવનમાં સદભાવના અપનાવવાનો સંદેશ લઈને આવે છે. આપ સૌને વિજયા દશમીની શુભકામનાઓ!”

ગૃહપ્રધાન અમિત શાહે પણ શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે: “‘વિજયાદશમી’ પર સૌને શુભકામનાઓ. અધર્મનો અંધકાર ગમે તેટલો ગાઢ હોય, સત્ય પર આધારિત સદાચારના પ્રકાશની જીત શાશ્વત છે. પાપ સામે પૂણ્યના વિજયનું પ્રતિક ‘વિજયાદશમી’ એક એવો તહેવાર છે જે આપણને હંમેશા સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. ભગવાન શ્રી રામ દરેકનું ભલું કરે. જય શ્રી રામ!”

મંગળવારે દેશભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે, જેમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આજે નાગપુરમાં તેનો વાર્ષિક વિજયદશમી ઉત્સવ યોજ્યો હતો. સંઘના મુખ્યાલયમાં વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. RSSના વડા મોહન ભાગવતે રેશિમબાગ મેદાનમાં કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે કેટલાક લોકો ભારતમાં શાંતિ નથી ઈચ્છતા. કટ્ટરતા ફેલાવે છે. જેના કારણે દુનિયામાં યુદ્ધો થાય છે. ભાગવતે કહ્યું હતું કે દુનિયામાં ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. આપણો દેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દિલ્હીમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશી મહેમાનોની આતિથ્ય સત્કાર બદલ ભારતની પ્રશંસા કરવામાં આવી હતી. વિશ્વએ વિવિધતાથી શણગારેલી આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવ્યું.

 

LEAVE A REPLY

8 + 12 =