ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં માં વરદાયિની માતાજીનો નોમની રાત્રે પલ્લી ઉત્સવ યોજાયો હતો. પલ્લી ઉત્તસવ પર હજારો કિલો ઘીનો અભિષેક કરાતા રસ્તા પર ઘીની નદીઓ વહેવા લાગી હતી. પાંડવ કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામના લોકો પલ્લી કાઢવામાં આવી હતી. પલ્લીમાં હજારોની સંખ્યામાં આવતા ભાવિ ભક્તોની ઉમટી પડ્યાં હતા.

રાત્રે 1 વાગ્યા આસપાસ પલ્લી બન્યા બાદ 27 ચકલાઓમાં ફરી પલ્લી નિજમંદિરમાં પહોંચી હતી. પલ્લી ઉત્સવના ભક્તિમય વાતાવરણમાં હજારો શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કર્યો હતો.

ગાંધીનગરથી 13 કિલોમીટર દૂર આવેલા રૂપાલમાં આસો સુદ નોમના દિવસે વરદાયીની માતાની પલ્લી ભરવાનું અનોખુ મહાતત્મય છે. દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ માતાની પલ્લીમાં ઉમટી પડે છે. તેઓ ઘીનો અભિષેક કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યાર બાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હોવાનું માનવામાં આવે છે. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે.

LEAVE A REPLY

fourteen + 2 =