(Photo by STR/AFP via Getty Images)

બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી અને પર્યાવરણવાદી જૂહી ચાવલાએ દેશભરમાં 5G વાયરલેસ નેટવર્કના નિર્માણ વિરુદ્ધ સોમવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જૂહી ચાવલાએ 5G નેટવર્કથી, લોકો, પ્રાણીઓ, વનસ્પતિ અને અન્ય જીવો પર રેડિયેશનની વિઘાતક અસર અંગેના મુદ્દા ઉઠાવીને આ અરજી કરી છે. આ પિટિશનની સુનાવણી માટે 2 જૂને નિર્ધારિત કરાઈ છે.

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો ટેલીકોમ ઉદ્યોગની 5G માટેની યોજના સફળ થશે તો એવી કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, જંતુ, ઝાડનો છોડ નહીં હોય જે દિવસનાં 24 કલાક અને વર્ષનાં 365 દિવસ આરએફ વિકિરણનાં સ્તરથી બચવા સક્ષમ હશે, જે હાલનાં કિરણોત્સર્ગ કરતા 10 થી 100 ગણાથી વધું છે.

આ ન્યૂઝ બહાર આવતા જ ટ્વીટર પર જુહી ટ્રેન્ડ ટ્રેન્ડ થઈ હતી. લોકોએ આ કેસના કારણોની ચર્ચા કરીને જોક પણ કર્યા હતા. કેટલાંક તો ચીનનું ષડયંત્ર પણ ગણાવ્યું હતું. માઇક્રો બ્લોગિંગ સાઇટ પર 5G in India’ અને ‘Juhi Chawla સૌથી વધુ ટ્રેન્ડ થતો ટોપિંગ બન્યો હતો.