(istockphoto.com)

જૂનાગઢનું સક્કરબાગ સહિતના ભારતના છ પ્રાણીસંગ્રહાલયોમાં સિંહ અને દીપડા પર વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જ્યાં દેશમાં સિંહ સંવર્ધન માટે નોડલ સુવિધા છે, અહીં હાલ 70 થી વધુ સિંહ અને 50 દીપડા રહે છે. જોકે, ટ્રાયલ માત્ર 15 પ્રાણીઓ પર જ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને પ્રાણીઓ માટે તૈયાર કરવામાં આવેલી આ રસી બે ડોઝમાં આપવામાં આવશે અને બંને વચ્ચે 28 દિવસનો ગેપ રાખવામાં આવશે.

બીજો ડોઝ આપ્યા પછી પ્રાણીઓને લગભગ બે મહિના સુધી એન્ટિબોડીઝ માટે અવલોકન કરવામાં આવશે. આ માહિતીની પુષ્ટિ કરતા, અભિષેક કુમાર, નાયબ વન સંરક્ષક કે જેઓ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના ડિરેક્ટર પણ છે, તેમણે જણાવ્યું કે: “અમને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) તરફથી આ બાબતે જાણકારી મળી છે કે પ્રાણી સંગ્રહાલય સિંહો અને દીપડા પર રસીના ક્લિનિકલ ટ્રાયલ માટેનું કેન્દ્ર હશે. મંત્રાલય તરફથી અંતિમ મંજુરી મેળવ્યા પછી ટ્રાયલ શરૂ થશે.”

સિંહ, વાઘ અને દીપડા માટે રસી વિકસાવ્યા પછી હિસારના રિસર્ચ સેન્ટરે આ તૈયાર કરેલી ઇનએક્ટિવેટેડ SARS-CoV-2 રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે MoEFCC ને અરજી કરી હતી. વેક્સિન ટ્રાયલ માટે પસંદ કરાયેલા અન્ય પાંચ પ્રાણી સંગ્રહાલયો દિલ્હી, બેંગલુરુ, નાગપુર, ભોપાલ અને જયપુરના પ્રાણી સંગ્રહાલયો સામેલ છે.