(ANI Photo)

તમિલનાડુની શાસક પાર્ટી ડીએમકેના સાથી પક્ષ મક્કલ નીધી મૈયમે રાજ્યસભાની ૧૯ જૂને યોજાનારી દ્વિવાર્ષિક ચૂંટણી માટે તેના પ્રમુખ કમલ હાસનને ઉમેદવાર જાહેર કર્યા હતાં. સિત્તેર વર્ષીય કમલ હાસન પહેલી વાર ઉપલા ગૃહના સભ્ય બનશે, કારણ કે ડીએમકે, તેના સાથી પક્ષોના ટેકાથી તેઓ સરળતાથી ચૂંટણી જીતી જશે.

ડીએમકેએ અભિનેતા-રાજકારણીના નેતૃત્વ હેઠળની એમએનએમને બેઠક ફાળવવાની જાહેરાત કર્યા પછી તરત જ એમએનએમએ કમલ હાસનનું નામ જાહેર કર્યું હતું. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ મદુરાઈમાં મક્કલ નીધિ મૈયમ નામની પાર્ટી શરૂ કરીને કમલ હાસન તમિલનાડુના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જોકે રાજ્યમાં તેમની પાર્ટીને કોઇ સફળતા મળી નથી. રાજ્યમાં હાલમાં બે દ્રવિડ પક્ષો ડીએમકે અને એઆઈએડીએમકેનું વર્ચસ્વ છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં હાસન પોતે કોઈમ્બતુર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના વનથી શ્રીનિવાસન સામે હારી ગયા હતા.

LEAVE A REPLY