Kapil Sharma tried his luck in music videos as a singer
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

જાણીતા કોમેડી શોના હોસ્ટ કપિલ શર્મા ફરીથી ફિલ્મોમાં જોવા મળશે. તેને જાણીતી પીઢ અભિનેત્રી નંદિતા દાસની ફિલ્મ કામ કરવાની ઓફર મળી છે. આ ફિલ્મનું દિગ્દર્શન પણ નંદિતા જ કરશે. આ ફિલ્મમાં કપિલ શર્મા ફૂડ ડિલીવરી રાઈડરનો રોલ કરશે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી, પરંતુ કપિલ શર્મા સાથે હીરોઈન નક્કી થઈ ગઈ છે.

શહાના ગોસ્વામી તેમની પત્નીની ભૂમિકા ભજવશે. કપિલ શર્મા અગાઉ બે ફિલ્મ કરી ચૂક્યા છે. તેની પ્રથમ ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું.. અને બીજી ફિલ્મ ફિરંગી હતી. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ ચાલી ન હતી, જેના કારણે કપિલે ટેલિવિઝન પર ફોકસ કર્યું હતું. ફિરંગી ફિલ્મના પ્રોડ્યુસર પણ કપિલ પોતે જ હતા અને તેણે રોકેલા નાણાં પણ પાછા આવ્યા ન હતા. કપિલ તાજેતરમાં નેટફ્લિક્સના શો આઈ એમ નોટ ડન યેટમાં જોવા મળ્યો હતો. જેમાં તેમણે પોતાની લાઈફ અને સ્ટ્રગલ વિશે વાત કરી હતી. તેમણે પોતાની સાથે સંકળાયેલી કેટલીક કોન્ટ્રોવર્સીની વાત પણ કરી હતી. સિરિયસ વાતને પણ કોમેડી રીતે કહેવાની કપિલની ખૂબી આ શોમાં જોવા મળી હતી. નેટફ્લિક્સ પર આ શોની બીજી સીઝન આવી રહી છે અને ધ કપિલ શર્મા શો પહેલાની જેમ જ હિટ છે.