યુક્રેનમાં રશિયાના આક્રમણને પગલે નાગરિકો પેટ્રોલ બોંબ ફેંકીને રશિયાના સૈનિકોને જોરદાર લડત આપી રહ્યાં છે. March 1, 2022. REUTERS/Viacheslav Ratynskyi

યુક્રેન પર આક્રમણના એક સપ્તાહ બાદ રશિયાએ ફરી એકવાર પરમાણુ શસ્ત્રોની ધમકી આપી હતી. રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવે બુધવારે જણાવ્યું હતું કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો તેમાં પરમાણુશસ્ત્રોનો ઉપયોગ થશે અને તે વિનાશક હશે, એમ આરઆઇએ ન્યૂઝ એજન્સીના અહેવાલમાં જણાવાયું હતું.

લાવરોવે જણાવ્યું હતું કે જો કીવ અણુશસ્ત્રો પ્રાપ્ત કરશે તો વાસ્તવિક ખતરો ઊભો થશે.રશિયાએ બુધવારે યુક્રેનના દક્ષિણ ભાગમાં આવેલા ખેરસન શહેરનો કબજો કર્યો હોવાનો દાવો કર્યો હતો. રશિયાના આક્રમણ બાદ આશરે 5 લાખ લોકો પડોશી દેશોમાં શરણાર્થી બન્યા છે.અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને તેમના પ્રથમ સ્ટેટ ઓફ યુનિયન એડ્રેસમાં ચીમકી આપી હતી કે પુતિન લાંબા ગાળા ભારે કિંમત ચુકવવી પડશે. પુતિન જાણતા નથી કે આગામી સમયગાળામાં શું થશે.