સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્મા (સેન્ટ્રલ), ચંદન પ્રભાકર (રાઇટ) અને કિકુ શારદા (લેફ્ટ) (ફાઇલ ફોટો (Photo by NARINDER NANU/AFP via Getty Images)

અત્યારે ભારતમાં બહુચર્ચિત ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના પ્રમોશન માટે ઈનકાર કરવાના મામલે સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરનારા કપિલ શર્માનો શો ફરીથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ શોને બોયકોટ કરવા માટેનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો.

આ ફિલ્મના અભિનેતા અનુપમ ખેરની સ્પષ્ટતા પછી કપિલ શર્માની ટીકાઓ માંડ શાંત થઈ હતી. ત્યાં, હવે નવા સમાચાર આવ્યા છે, જેના કારણે કપિલના ચાહકો દુખી થઈ શકે છે. કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ અગાઉ શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, 2022માં યુએસ-કેનાડાની ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે.
બહુ ઝડપથી તમને લોકોને મળીશ. કપિલની આ પોસ્ટ પછી અટકળો ચાલી છે કે, આ શો કેટલાક દિવસો માટે બંધ થઈ શકે છે. કપિલ શર્મા આ વર્ષે જૂન અને જુલાઈમાં અમેરિકા-કેનેડાના વિવિધ વિસ્તારોમાં શો કરવાનો છે. જેના કારણે કેટલાક દિવસો માટે શોનું શૂટિંગ અટકી શકે છે.

કપિલ શર્મા ત્યાંથી પરત આવે પછી શૂટિંગ અને પ્રસારણ શરૂ થઈ શકે છે. એક શક્યતા એવી પણ છે કે, શોને ઓફ એર કરવાના બદલે તેના પ્રોડ્યુસર્સ જૂના એપિસોડ બતાવીને ઓડિયન્સને કનેક્ટ રાખવા પ્રયાસ કરે.