હોસ્ટ તથા કોમેડિયન કપિલ શર્માએ પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’ને લઈ એક નવતર ઉપાય અજમાવવાનું નક્કી કર્યું છે. લૉકડાઉન હોવાને કારણે ટીવી તથા ફિલ્મના શૂટિંગ બંધ છે. સૂત્રોના મતે, શોના પ્રોડ્યૂસર્સ આ શોને લાઈવ ઓડિયન્સ વગર જ પ્રસારિત કરવાનું વિચારી રહ્યાં છે. માનવામાં આવે છે કે કપિલ શર્મા પોતાના ઘરમાંથી જ એપિસોડનું શૂટિંગ કરશે. ઉલ્લેખનીય છે કે કપિલના આ શોનો પ્રોડ્યૂસર સલમાન ખાન છે. સૂત્રોના મતે, કપિલ શર્માને આ રીતે ઘરમાં એપિસોડ શૂટ કરવામાં કોઈ જ વાંધો નથી. કપિલે વાતચીતમાં કહ્યું હતું કે આખી દુનિયા કોરોનાવાઈરસમાં ફસાઈ ગઈ છે. અમેરિકાના લોકપ્રિય શો ‘જિમ્મી ફેલન’, ‘જિમ્મી કિમલ’ તથા ‘એલિન ડિજનરેસ’ જેવા શોમાં નો-ઓડિયન્સ ફોર્મેટ અપનાવવામાં આવ્યું છે. તેઓ પોત-પોતાના શો ઘરે જ રેકોર્ડ કરી રહ્યાં છે. કપિલ શર્માને પણ આ વિચાર ઘણો જ પસંદ આવ્યો છે.