બોલિવૂડમાં જ્યારથી મીટૂ કેમ્પેઇન શરૂ થયું છે ત્યારથી અનેક એક્ટ્રેસીસે પોતાની આપવીતી જણાવી છે. અનેક જાણીતી સેલિબ્રિટીઝની વિરુદ્ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. હવે શુભ મંગલ જ્યાદા સાવધાન સહિત કેટલીક ફિલ્મ્સ અને વેબ સીરિઝીસમાં જોવા મળનારી માનવી ગગરુએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને એક વેબ સીરિઝના બદલામાં કોમ્પ્રોમાઇઝ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
તેણે જણાવ્યું હતું કે, લગભગ એક વર્ષ પહેલાં તેને એક પ્રોડ્યૂસરનો કોલ આવ્યો હતો અને જેમણે તેને એક વેબ સીરિઝ ઓફર કરી હતી. માનવીએ બજેટ વિશે સવાલ કર્યો તો તેણે ઘણી ઓછી ફી ઓફર કરી કહી.
માનવી કહે છે કે, ‘મેં જ્યારે તેને કહ્યું કે, આ તો ઘણી ઓછી ફી છે ત્યારે તેમણે મને કહ્યું હતું કે, તેઓ મને ત્રણ ગણા રૂપિયા આપશે, પરંતુ એના માટે મારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. હું તેના પર ખૂબ ગુસ્સે થઈ હતી.’