કાશ્મીરમાં શિયાળાની વહેલી શરૂઆત, ઠંડી વધી
શિયાળાની શરૂઆત થતાં જ તેની અસર જમ્મુ-કાશ્મીરમાં જોવા મળી રહી છે. કાશ્મીરના શ્રીનગરમાં સીઝનની વધુ ઠંડીનો અનુભવ લોકોને થઇ રહ્યો છે. ગુલમર્ગમાં તો ઘણા દિવસોથી સ્નોફોલ પણ શરૂ થઇ ગયો છે. શ્રીનગર, પહેલગાવ, કુપવાડા, કાઝીકુંડ જેવા સ્થળોએ બેથી શૂન્ય ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું. કેટલાક સ્થળોએ તો તાપમાનનો માઇનસમાં જોવા મળ્યું હતું. દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગાવમાં માઇનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે કાશ્મીરનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે. ઉત્તર કાશ્મીરમાં કુપવાડા ખાતે પણ તાપમાન ગગડતા શૂન્યની એકદમ નજીક 0.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે શ્રીનગરમાં ગુરુવારે રાત્રે 0.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાવ્યું હતું. કાશ્મીર ખીણના પ્રવેશદ્વાર સમાન કાઝીકુંડ ખાતે શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કોકરનાગમાં ગુરૂવારની રાત્રે 1.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બારામુલ્લા જિલ્લામાં ગુલમહોર રીસોર્ટ ખાતે 0.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કાશ્મીર ખીણમાં આ વખતે શિયાળો સમય કરતાં વહેલો શરૂ થઈ ગયો છે અને શિયાળો સામાન્ય રીતે ડિસેમ્બરમાં વધારે ઠંડી હોય છે, પરંતુ તેના બદલે આ વખતે એક મહિનો પહેલા જ શિયાળો વધુ ઠંડો બન્યો છે.