Labor accused of being institutionally racist
કૈર સ્ટાર્મર (Photo by Christopher FurlongGetty Images)

‘’દિવાળીના આ શુભ પર્વની ઉજવણી પ્રસંગે યુકે અને સમગ્ર વિશ્વમાં હિન્દુઓને એક સાથે આવી દિવાળી ઉત્સવની ઉજવણી કરવા હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું’’ એમ વિપક્ષ લેબરના નેતા અને એમપી સર કેર સ્ટાર્મરે એક સંદેશામાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ‘’હિંદુ સમુદાય દુષ્ટ પર ઇષ્ટના વિજય, અંધકાર ઉપર પ્રકાશ અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયની ઉજવણી કરે છે, તેથી દિવાળી આશાઓ લઇને આવે છે. આ વર્ષ ખાસ કરીને નોંધપાત્ર છે કેમ કે વિશ્વ કોવિડ-19 દ્વારા ઉભા થયેલા આરોગ્ય, આર્થિક અને સામાજિક સંકટ સામે લડે છે. હું આ તકનો ઉપયોગ કરી હિન્દુ સમુદાય દ્વારા રોગચાળા દરમિયાન થયેલા મોટા પ્રદાન માટે આભાર વ્યક્ત કરું છું. હિન્દુ સમુદાયે હંમેશાં એકતા, દયા અને શ્રેષ્ઠતાનું ઉદાહરણ આપ્યું છે. આ મૂલ્યો આપણા રાષ્ટ્રની સફળતા માટે અભિન્ન છે અને રહેશે.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’જ્યારે તમે દીવા પ્રગટાવી બધાના માટે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરો છો, તો યાદ રાખજો કે પ્રકાશ હંમેશા નિરાશાના અંધકારને દૂર કરશે અને આ મુશ્કેલ સમય પણ પસાર થશે અને તેને સ્થાને આનંદ અને ઉજવણીનો સમય આવશે. લેબર પાર્ટીના દરેક વતી, હું તમને અને તમારા પરિવારોને, સારા સ્વાસ્થ્ય, આનંદ અને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.’’