કોવિડ-19ના પોઝીટીવ ઇટાલિયન પ્રવાસીએ સંપૂર્ણપણે સાજા થઇને હોસ્પિટલમાંથી રજા લેતા ડોક્ટર્સનો આભાર માનીને કેરળને સલામત ગણાવ્યું હતું. 40 વર્ષના રોબર્ટો ટોનિઝોને વર્કાલાની મુલાકાત વખતે 13મી માર્ચે કોરોના પોઝીટીવનું નિદાન થયું હતું. તિરુવનંતપુરમની હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન હેઠળ રહ્યા બાદ રોબર્ટો 26મી માર્ચે સંપૂર્ણ સાજા થયા હતા.

રોબર્ટોએ ડોક્ટરો તથા અન્યોના આભાર માનતા કેરળને પોતાનું સલામત ઘર ગણાવ્યું હતું. ઇટાલી પાછા ફરવાની આતુરતા દર્શાવ્યા બાદ રોબર્ટોએ સ્થિતિ થાળે પડ્યા પછી કેરળ પાછા ફરવાની ઇચ્છા દર્શાવી હતી.રોબર્ટો અને યુકેના સાત પ્રવાસીઓએ મુન્નાર હીલ સ્ટેશન ખાતે નિરીક્ષણ હેઠળના રોકાણ દરમિયાન 15મી માર્ચે મંજૂરી વિના ભારત છોડવા પ્રયાસ કરતાં તમામને અર્નાકુલમ મેડીકલ કોલેજમાં રખાયા હતા. કેરળ સરકારે રોબર્ટોને બેંગ્લુરૂ લઇ જવા વાહન પૂરું પાડ્યું હતું. રોબર્ટો તથા અન્ય ઇટાલિયન નાગરિકો બેંગ્લૂરૂથી ઇટીલી જશે.