પ્રતિક તસવીર (Photo by Asanka Ratnayake/Getty Images)

બ્રિટનના મહારાજા દ્વારા અપાતા સન્માનની પ્રણાલીમાં હરહંમેશ યુકેના તમામ વર્ગ અને સમાજના લોકોને સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ વર્ષે 7.4% એવોર્ડ મેળવનારા લોકો એશિયન વંશીય જૂથમાંથી છે. તો 13.8% સફળ લોકો વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તો 4.8% પ્રાપ્તકર્તાઓ અશ્વેત વંશીય જૂથમાંથી આવે છે. મિશ્ર વંશીય પૃષ્ઠભૂમિના 0.8% લોકોને અને અન્ય વંશીય પૃષ્ઠભૂમિના 0.6% લોકોને એવોર્ડ એનાયત કરાયા છે.

આ વર્ષે એવોર્ડ મેળવનાર 1,227 લોકોમાંથી BEM, MBE અને OBE સ્તરે 1,073 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં 377 લોકોને BEM એવોર્ડ, 460 લોકોને MBE એવોર્ડ અને 236 લોકોને OBE એવોર્ડ એનાયત કરાયા છે.

આ વર્ષે જેમને એવોર્ડ એનાયત કરાયા છે તેમાંથી 811 (66%) લોકો એવા છે જેમણે તેમના સમુદાયોમાં સ્વૈચ્છિક અથવા વેતન લઇને ઉત્કૃષ્ટ કાર્ય હાથ ધર્યું છે. તો 770 (63.4%) એવોર્ડ મેળવનારા લોકો લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડની બહાર રહે છે.

આ એવોર્ડ મેળવનારા લોકોમાં 588 મહિલાઓ છે જેઓ કુલ એવોર્ડ મેળવનારા લોકોમાં 48%નું પ્રતિનિધિત્વ કરે છે. CBE સ્તર અને તેનાથી ઉપરના એવોર્ડ મેળવનારા લોકોમાં 42.2% મહિલાઓ છે.

LEAVE A REPLY

4 × five =