Kohli became the first Indian batsman to score 50 half-centuries in IPL
Mohali: Indian captain Virat Kohli raises his bat after scoring fifty runs during 2nd T-20 match between India and South Africa in Mohali, Wednesday, Sept. 18, 2019. (PTI Photo/Atul Yadav)(PTI9_18_2019_000235B)

વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. આ સ્ટાર બેટરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે અડધી સદી ફટકારીને મુંબઈ ઇન્ડિયન્સને હરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેને માત્ર 49 બોલમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા.  

IPLમાં આ તેનો 50મો 50-પ્લસ સ્કોર હતો અને તે આ પ્રભાવશાળી સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો હતો. દિલ્હી કેપિટલ્સના ઓપનર ડેવિડ વોર્નર 60 અડધી સદી સાથે આ યાદીમાં ટોચ પર છે. પંજાબ કિંગ્સના સુકાની શિખર ધવન 49 અડધી સદી સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. 

LEAVE A REPLY

5 × two =