Getty Images)

નેપાળમાં સત્તાધારી નેપાળ કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં મચેલા ઘમાસાણની વચ્ચે નેપાળની રાજનીતિમાં અચાનક હલચલ વધી ગઈ છે. પાર્ટીની અંદરથી જ પ્રચંડ તોફાનનો સામનો કરી રહેલા ઓલીએ ગુરૂવાર બપોરે અચાનક રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. તેઓ આજે દેશને સંબોધિત કરવાનાં છે.

આનાથી તમામ પ્રકારની અટકળો તેજ થઈ ગઈ છે. રાજીનામાની અટકળો વચ્ચે નેપાળી પીએમ ઓલીએ પોતાના નિવાસ સ્થાને કેબિનેટની એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સરકારનાં ભવિષ્યને લઇને મોટો નિર્ણય કરવામાં આવી શકે છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રાજીનામું આપવા ઉપરાંત કેપી શર્મા ઓલી સંસદ સત્રને ખત્મ કરવાનો પ્રસ્તાવ પણ રાખી શકે છે.

કૉમ્યુનિસ્ટ પાર્ટીનાં ચેરમેન ઓલીનાં વિરોધી પુષ્પ કમલ દહલનાં નિવાસ સ્થાને પણ બેઠકોનો ધમધમાટ ચાલું છે. ગુરૂવાર સવારે તેમના ઘરે પાર્ટી મહાસચિવ વિષ્ણુ પોડેલ, ઉપ-વડાપ્રધાન ઈશ્વર પોખરેલ, વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલી, શંકર પોખરેલ, વડાપ્રધાન ઓલીનાં મુખ્ય સલાહકાર વિષ્ણુ રિમલ અને ઉપ-સંસદીય દળનાં નેતા સુભાષ નેમબાંગ પહોંચ્યા. તમામ નેતાઓએ પ્રચંડ સાથે બેઠક કરી. માનવામાં આવી રહ્યું છે કે આમાં સરકારને લઇને વાતચીત કરવામાં આવી છે.

પ્રચંડે બેઠક દરમિયાન નેતાઓને ચોખ્ખું કહ્યું કે, વડાપ્રધાન ઓલીને પાર્ટીની પ્રણાલી, પ્રક્રિયાઓ અને તેના નિર્ણયોનું પાલન કરવું જોઇએ. પ્રચંડ ઉપરાંત માધવ કુમાર નેપાળ, ઝલનાથ ખનાલ અને બામદેવ ગૌતમ સહિત પાર્ટીનાં અનેક વરિષ્ઠ નેતાઓએ ઓલી પાસે પીએમ અને પાર્ટી બંને પદો પરથી રાજીનામાની માંગ કરવામાં આવી છે.