અમેરિકામાં પ્રેસિડન્ટના શપથગ્રહણ સમારોહમાં ઇમોશનલ લેડી ગાગાએ "The Star-Spangled Banner" રાષ્ટ્રગીત ગાયું હતું Saul Loeb/Pool via REUTERS

અમેરિકામાં 20 જાન્યુઆરીએ કેપિટોલ હીલ ખાતે યોજાયેલા જો બાઇડનના શપથગ્રહણ સમારંભમાં લેડી ગાગા, ટોમ હેન્ક્સ, જેનિફર લોપેઝે પરફોર્મન્સ આપ્યું હતું.

શપથ ગ્રહણ સમારોહમાં ઇમોશનલ લેડી ગાગાએ “The Star-Spangled Banner” રાષ્ટ્રગીત ગાયું હતું અને જેનિફર લોપેઝે અમેરીકાના સૌથી મુશહુર લોકગીતોમાંનું એક લોકગીત This Land Is Your Land ગાયું હતું. વ્હાઇટ પે્ટ્સ અને લોંગ મેચિંગ કોટમાં સજ્જ જેનિફર લોપેઝે “America The Beautiful,” પરફોર્મ કર્યું હતું. ગાર્થ બ્રુક્સે cappella ગાયું હતું.

લેડી ગાગાએ એક તબક્કે કેપિટોલ પર લહેરાતા અમેરિકાના રાષ્ટ્રધ્વજ તરફ ઇશારો કર્યો હતો. ગાગાએ પોતાના પફોર્મનન્સ પહેલા ટ્વીટર પર જણાવ્યું હતું કે આપણો ભૂતકાળ હાલના ઘાને રુઝવવાનું કામ કરશે અને ભાવિ માટે આશાવાદી છું.