અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડન REUTERS/Tom Brenner

અમેરિકામાં 20 જાન્યુઆરીએ પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા બાદ જો બાઇડનને સંખ્યાબંધ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર હસ્તાક્ષર કર્યા હતા. બાઇડનને આ આદેશમાં મોટા ભાગે ટ્રમ્પ સરકારના અગાઉના નિર્ણયને પલટી નાંખ્યાં હતા અને ઇમિગ્રેશનના અવરોધને દૂર કર્યા હતા. તેમણે પેરિસ ક્લાઇટમેટ સંધિ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝનનમાં ફરી સામેલ થવાનો નિર્ણય કર્યો હતો.

બાઇડને ખાસ કરીને હાર્ડલાઇન ઇમિગ્રેશન પોલીસીઓની બદલી નાંખી છે, જેનો ડોનાલ્ડ ટ્રમ્પે અમલ કર્યો હતો. ડેમોક્રેટ બાઇડને કોંગ્રેસને એક ઇમિગ્રેશન બિલ મોકલ્યું છે. તેનાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લાખ્ખો ઇમિગ્રન્ટ્સ માટે નાગરિકતાનો માર્ગ મોકળો કરવાની દરખાસ્ત છે.

બાઇડનને મોમેરેન્ડમ પર હસ્તાક્ષર કરીને હોમલેન્ડ સિક્યોરિટીઝ ડિપાર્ટમેન્ટ અને યુએસ એટર્ની જનરલને આદેશ આપ્યો હતો કે ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ એરાઇવલ્સ (DACA) ને જાળવી રાખવામાં આવે. તેનાથી બાળક તરીકે અમેરિકામાં આવેલા માઇગ્રેન્ટ લોકોને દેશનિકાલમાંથી રાહત મળે છે.

મુસ્લિમ દેશોના પ્રવાસીઓ પરના પ્રતિબંધ ઉઠાવ્યા

એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ મારફત બાઇડનને 13 મુસ્લિમ અને આફ્રિકા દેશોના પ્રવાસીઓ પરના પ્રતિબંધને તાકીદે ઉઠાવી લીધો હતો. ટ્રમ્પ સરકારે ઈરાક, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન, સિરિયા અને યમન સહિતના દેશોના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.

માસ્કને ફરજિયાત બનાવ્યું

બાઇડનને સૌથી પહેલા માસ્ક પહેરાવાને ફરજિયાત કરવાના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. દરેક વ્યક્તિએ મહામારી દરમિયાન માસ્ક પહેરવું જરૂરી રહેશે. જો તમે સરકારી બિલ્ડિંગમાં છો અથવા કોરોના હેલ્થવર્કર છો તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત હશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં વાપસી

હવે અમેરિકા ફરીથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય બનશે. બાઈડને ગત વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે જો અમેરિકા વૈશ્વિક આરોગ્યને મજબૂત કરશે તો તે પોતે પણ સુરક્ષિત રહેશે. ચીન સાથે મતભેદને પગલે ટ્રમ્પે ગયા વર્ષે અમેરિકાને WHOથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.

પેરિસ ક્લાઇમેટ સંધિમાં ફરી સામેલ

અમેરિકા હવે પેરિસ સમજૂતીમાં ફરી સામેલ થશે. ટ્રમ્પે 2019માં આ સમજૂતીથી બહાર જવાનો નિર્ણય કર્યો હતો. વિશ્વના મોટા ભાગના દેશોએ બાઇડના આ નિર્ણયને આવકાર્યો હતો.