(Photo by AAMIR QURESHI/AFP via Getty Images)

મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર એ તોયબાના ઓપરેન્સ કમાન્ડર ઝાકી ઉર રહેમાન લખવીને ટેરર ફંડિગના એક કેસમાં પાકિસ્તાની કોર્ટે 15 વર્ષની જેલ સજા ફટકારી હતી. ટેરર ફંડીંગ સાથે જોડાયેલા એક કેસમાં થોડા દિવસ પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે શુક્રવારે લાહોરની એન્ટી ટેરરિઝમ કોર્ટ દ્વારા આ સજા આપવામાં આવી હતી.

લાહોરમાં લખવી સામે ટેરર ફંડિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેના ઉપર આરોપ હતો કે તેણે દવાખાનાના નામ ઉપર પૈસા ભેગા કર્યા અને તેનો ઉપયોગ ત્રાસવાદી પ્રવૃતિઓ માટે કર્યો હતો.

લખવીને સંયુક્ત રાષ્ટ્રે પણ ત્રાસવાદી જાહેર કરેલો છે. પાકિસ્તાનમાં હોવા છતા પાકિસ્તાન સરકાર તેની ધરપકડ કરતી નહોતા. તેવામાં હાલમાં જ્યરે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાન સામે કાર્યવાહી કરતાં લખવીની ધરપકડ કરવી પડી હતી.