લંડનના મનોરંજન ઉદ્યોગમાં સ્ટીરીયો નેશનના નામે પણ જાણીતા તરસેમ સિંહ સૈનીનું નિધન થયું છે. આ લોકપ્રિય ગાયકનું 29 એપ્રિલે 54 વર્ષની ઉંમરે લંડનમાં નિધન થયું છે. તરસેમ સિંહ છેલ્લા બે વર્ષથી હર્નિયા નામની બીમારીથી પીડાતા હતા અને કોમામાં પણ જતા રહ્યાં હતા. તેમને શરુઆતની કારકિર્દીમાં સારો પ્રસિદાસ મળ્યો હતો. તેમના ગીત નાચેંગે સારી રાત, પ્યાર હો ગયા, ગલ્લા ગોરીયા વગેરે ખૂબ લોકપ્રિય બન્યા હતા. તેઓ સિંગર તાઝના નામથી પણ ઓળખાતા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ક્રોસ કલ્ચર એશિયન મ્યુઝિકની સાથે કરી હતી. 1990ના દાયકામાં આવેલા બેન્ડ સ્ટીરિયો નેશનના તેઓ મુખ્ય ગાયક હતા. તેમણે બોલીવૂડ ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. જેમ કે, કોઇ મિલ ગયા, તુમ બિન, બાટલા હાઉસના ગીત ગાયા છે. તાઝના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી છે. ઘણા ગાયકો-સંગીતકારો તેમને યાદ કરીને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાજંલી આપી રહ્યાં છે.