પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદના નરોડા વિસ્તારમાં કિન્નરના સ્વાંગમાં એક શખ્સે લિફટ માંગીને વેપારીને લૂંટી લીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. નરોડા પાટિયાથી વેપારીના મોપેડ બેસીને જીઆઇસી પાસે લઇ ગયો હતો અને તેના સાગરિતો મારી બહેનને કેમ ફરવા લઇ ગયો હતો તેમ કહીને વેપારીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને વેપારીને માર મારીને વિંટી સહિત રૂ.૩૪ હજારની મત્તાની લૂંટ ચલાવી હતી.

આ કેસની વિગત એવી છે કે નરોડા નાના ચિલોડા ખાતે ગોલ્ડન બંગલોઝમાં રહેતા અને રતનપોળમાં વ્યવસાય કરતા કમલભાઇ પરમાનંદ મોરવાણી (ઉ.વ.૩૧)એ નરોડા પોલીસ સ્ટેશનમાં નીરજ ઉર્ફે નીલુ માસી વણઝારા સહિત બે લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે વેપારી તા. ૩૧ના રોજ રાત્રે ૧૨ .૩૦ વાગે મોપેડ લઇન નરોડા પાટિયા પાસેથી ઘરે આવતા હતા આ સમયે નરોડા પાટિયા સર્કલ પાસે કિન્નરના સ્વાંગમાં ઉપરોક્ત આરોપીઓ હાથ બતાવીને લિફ્ટ માગી હતી. જેથી વેપારીએ માનવતા દાખવીને તેમને મોડેપ ઉપર બેસાડયા હતા આરોપી વેપારીને નરોડા જીઆઇસીડી પાસે પોસ્ટ ઓફિસ નજીક લઇ ગયો હતો જ્યાં બીજા શખ્સે વેપારીને ધમકાવીને કહ્યું કે તુ મારી બહેનને કેમ ફરવા લઇ ગયો હતો તેને ખોટા કેસમાં ફસાવીશ કહીને તારી પાસે જે કઇં હોય તે આપે દે તેમ કહીને વેપારીને માર માર્યો હતો અને તેના હાથમાં સોનાની વિંટી તથા રોકડા સહિત રૂ.34 હજારની મત્તાની લૂટ ચલાવી ફરાર થઇ ગયા હતા.