(Photo by Stuart Wilson/Getty Images for His Holiness Brahmrishi Shree Kumar Swamiji)

કન્ફેડરેશન ઓફ બ્રિટીશ ઇન્ડસ્ટ્રીઝ (સીબીઆઈ)ના પ્રમુખ લોર્ડ બીલીમોરિયાએ પિંગડેમિકના કારણે ઉભી થયેલ તકલીફનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ‘’સામૂહિક ટેસ્ટીંગ જરૂરી છે, સામૂહિક સેલ્ફ આઇસોલેશન નહિ. સેલ્ફ આઇસોલેટ થઇ રહેલા લોકોમાં ભારે ઘટાડો થઇ રહ્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સમસ્યા દૂર થઈ ગઈ છે. હાલના નવા આંકડા ખૂબ ઉંચા રહે છે અને હાલની સ્ટાફની અછત બિનજરૂરી સેલ્ફ આઇસોલેશનના કારણે છે. NHS એપ્લિકેશનમાં સુધારો એ સમસ્યાનો ઉકેલ આપશે નહીં. લોકોને વાયરસ સાથે જીવવામાં મદદ કરવામાં આત્મવિશ્વાસ ઉભો કરવા માટે ત્રિપક્ષીય અભિગમની જરૂર છે.’’

શ્રી બીલીમોરિયાએ જણાવ્યું હતું કે “આ માસ ટેસ્ટીંગથી શરૂ થાય છે – માસ આઇસોલેશનથી નહિં – જે અર્થતંત્રને ખુલ્લું રાખવાની ચાવી છે. સરકારે તાત્કાલિક અસરથી જેમણે રસીના બન્ને ડોઝ લીધા હોય તેવા અને ન લીધા હોય તેવા લોકો માટે એક ટેસ્ટ એન્ડ રિલીઝ સ્કીમ લાવવી જોઈએ. જેથી બિઝનેસીસને બિનજરૂરી વિક્ષેપ કરતા સેલ્ફ આઇસોલેશનને સમાપ્ત કરી શકાય. ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં તાજેતરમાં 200,000 બાળકો અને 20,000 સ્ટાફ મેમ્બર્સ માટે ટેસ્ટ એન્ડ રીલીઝ સ્કીમ અસરકારકતા સાબિત થઈ છે.’’

તેમણે કહ્યું હતું કે “કર્મચારીઓ અને ગ્રાહકોને સલામત રાખવા માટે સ્વચ્છતા અને વેન્ટિલેશન સહિત, કોવિડ-સુરક્ષિત કાર્યસ્થળ પ્રતિબંધો અને સલામતીનાં પગલાં લેવા જોઇએ. આનો અર્થ એ છે કે નજીકનો સંપર્ક હોય તેવા સ્થળે ફેસ માસ્ક માટે ફરજિયાત માર્ગદર્શન આપવું જોઇએ. આપણે જ્યાં શક્ય હોય ત્યાં આપણા રસીકરણ કાર્યક્રમને મહત્તમ બનાવવો જોઈએ અને લોકોને રસી લેવા પ્રેરવા જોઇએ, ઓટમ બૂસ્ટર પ્રોગ્રામ આપવો જોઇએ અને નવી સારવારની શોધ, ટ્રાયલ અને અમલ કરવો જોઇએ.’’