કપારો ઇન્ડિયા દ્વારા તેની નવી ડિઝાઈન કરેલી વેબસાઇટ 27 જુલાઈ 2021થી લોન્ચ કરવામાં આવી હોવાની જાહેરાત કરાઇ હતી. આ ઉપરાંત કપારો ઇન્ડિયામાં દિપા ગોપાલન વાધવા અને આસિફ ઇબ્રાહિમ બોર્ડના સલાહકાર તરીકે જોડાયા છે, સાથે ઉદ્યોગના દિગ્ગજ હેમંત લુથરા પણ જોડાયા છે. આ ઉપરાંત, ઓટોમોટિવ અને ફાર્મ વ્હીકલ ઉદ્યોગના સીએફઓ અને સીઇઓ તરીકે તેમના વિસ્તૃત જ્ઞાન અને અનુભવ ધરાવતા પ્રવિણ શાહ કપારોમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જોડાનાર છે.

કપારો ઇન્ડિયાના ચેરમેન અને કપારો ગ્રુપ લિમિટેડના ડિરેક્ટર ઓન. આકાશ પૉલે વેબસાઈટના લોન્ચિંગની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ‘’અમારી નવી રચાયેલ વેબસાઇટ કપારોના મજબૂત વારસા, તેના મૂલ્યો અને મુખ્ય ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે. એન્હેન્સ્ડ યુઝર્સ ક્સપીરીયન્સ સાથે આ નવી વેબસાઇટ વધુ ગતિશીલ બને તે માટે અમે બનતા તમામ પ્રયાસો કર્યા છે અને તે મુલાકાતીઓ અને અમારા સંભવિત હિસ્સેદારો માટે વધુ માહિતીપ્રદ બની રહેશે.’’

કપારો ઓટોમોબાઇલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગો માટે વેલ્યુ એડેડ સ્ટીલ અને વિશિષ્ટ એન્જિનિયરિંગ ઉત્પાદનોના ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણમાં રસ ધરાવતા અગ્રણી વૈવિધ્યસભર બિઝનેસીસનું જૂથ છે.

લોર્ડ સ્વરાજ પૉલ દ્વારા 1968માં તેની સ્થાપના કરવામાં આવી હતી. પૉલ પરિવાર દ્વારા સંચાલિત કપારો ગ્રુપ 100 ટકા સિંગલ ફેમિલી માલિકીના બિઝનેસમાંનો એક છે.