મુંબઈ, ઈન્દૌર અને જયપુર જેવા દેશના 5 મહાનગરોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો સાજા થવાનો દર નીચો હોવાથી અને મૃત્યુંદર ઊંચો હોવાથી કેન્દ્ર સરકારની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ મોટા શહેરોમાં કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવો દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

આ મહાનગરોમાં વાયરસે રોકવા માટે ગયા 10 દિવસોમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા લગભગ બમણી કરીને યુદ્ધ સ્તરે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવી રહી છે. જો કે અનેક જગ્યાઓએ ટેસ્ટ કરવા માટે પૂરતી સુવિધા નથી. કેન્દ્ર સરકારના ડેટા મુજબ, રાષ્ટ્રીય સ્તર પર રિકવરી રેટ 19 ટકાથી વધુ છે પરંતુ મુંબઈ, અમદાવાદ, ઈન્દૌર અને જયપુરમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર નીચો છે.

જયપુર અને ઈન્દૌરમાં રિકવરી રેટ 8 ટકાથી પણ નીચો છે. ત્યાંજ મુંબઈમાં રિકવરી રેટ 13 ટકા છે જ્યાં સંક્રમણના સૌથી વધારે કેસ છે અને વાયરસથી મૃત્યું પામનારા દર્દીઓની સંખ્યા પણ સૌથી વધારે છે. આ મામલે દિલ્હીનું પ્રદર્શન સૌથી શ્રેષ્ઠ છે અહિંયા રિકવરી રેટ 28 ટકા છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, કોઈ શહેરમાં મૃત્યુંદર વધારે અને સ્વસ્થ થવાનો દર નીચો છે તેનો અર્થ એવો હોઈ શકે કે ત્યાં સંક્રમિત દર્દીઓની જાણ મોડી પડી રહી છે. આનાથી સંક્રમણ ગંભીર અવસ્થામાં પહોંચી જાય છે. જેને કારણે દર્દીઓને સ્વસ્થ થવામાં સમય લાગે છે અને તેમનું મોત થઈ જાય છે.

એક અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, કન્ટેનમેન્ટ ઝોન અને ટેસ્ટિંગની સંખ્યા વધારીને 3 મે સુધી જેટલું વધુ બની શકે તેટલું કોરોના સંક્રિય કેસોની ઘટાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 3મેં બાદ આ 6 મહાનગરોમાં તબક્કાવાર રીતે લોકડાઉન હટાવવામાં આવી શકાય છે જો કે સંપૂર્ણ રીતે છૂટછાટ અપાશે નહીં.