એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 15 સપ્ટેમ્બરે કોલકાતા, ભોપાલ, મુંબઈ વગેરે જેવા શહેરોમાં મહાદેવ એપ્સ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક્સ સામે સર્ચ કાર્યવાહી કરી કરીને રૂ.417 કરોડની ગુનાની સંપત્તિ જપ્ત કરી હતી તે સમયની ફાઇલ તસવીર(ANI Photo)

મહાદેવ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નવેસરથી દરોડા પાડીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ દુબઈ સ્થિત હવાલા ઓપરેટરની આશરે રૂ.580 કરોડની સંપત્તિથી ટાંચમાં લીધી હતી અને આશરે રૂ.3.64 કરોડની રોકડ અને કીમતી ચીજવસ્તુઓ જપ્ત કરી હતી. કેન્દ્રીય એજન્સીએ 28 ફેબ્રુઆરીએ કોલકાતા, ગુરુગ્રામ, દિલ્હી, ઈન્દોર, મુંબઈ અને રાયપુરમાં વિવિધ જગ્યાઓ પર સર્ચ કાર્યવાહી કરી હતી, એમ સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.

મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની એપમાં ઈડીની તપાસમાં છત્તીસગઢના રાજકારણીઓ અને અમલદારોની કથિત સંડોવણીના સંકેત મળ્યા છે. એજન્સીએ આ કેસમાં હવાલા ઓપરેટર હરિશંકર ટિબ્રેવાલની ઓળખ કરી હતી. તે કોલકાતાનો છે, પરંતુ હાલમાં દુબઈમાં રહે છે. તેને મહાદેવ એપના પ્રમોટર્સ સાથે ભાગીદારી કરી હતી અને કથિત ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ સ્કાયએક્સચેન્જની માલિકીની ધરાવે છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ટિબ્રેવાલની લાભકારી માલિકીના રૂ.580.78 કરોડની સિક્યોરિટી હોલ્ડિંગ ટાંચમાં લીધું હતું. આ સર્ચ કાર્યવાહી દરમિયાન રૂ.1.86 કરોડની રોકડ અને રૂ.1.78 કરોડની કિંમતી ચીજવસ્તુઓ મળી આવી હતી.

આ કેસમાં EDએ અત્યાર સુધી નવ લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ અગાઉ કહ્યું હતું કે મહાદેવ એપ દ્વારા જનરેટ કરાયેલ કથિત ગેરકાયદેસર ભંડોળનો ઉપયોગ છત્તીસગઢમાં રાજકારણીઓ અને અમલદારોને લાંચ આપવા માટે કરાયો હતો. અત્યાર સુધીમાં EDએ આ કેસમાં બે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ગેરકાયદે સટ્ટાબાજી અને ગેમિંગ એપના બે મુખ્ય પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલના નામનો ઉલ્લેખ છે. આ કેસમાં અગાઉ પણ અનેક દરોડા પડ્યાં હતા. આ કેસમાં અપરાધની અંદાજિત આવક આશરે રૂ. 6,000 કરોડ છે.

LEAVE A REPLY

2 × two =