પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મહારાષ્ટ્ર સરકારે દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી મહારાષ્ટ્રમાં પ્રવેશ માટે કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. કોવિડ નેગેટિવ રિપોર્ટ વગર આ રાજ્યોમાંથી મહારાષ્ટ્ર પહોંચનારને એન્ટ્રી આપવામાં નહીં આવે. રાજ્ય સરકારે કહ્યું કે મહારાષ્ટ્ર આવતા તમામ લોકોને કોવિડ-19 પ્રોટોકોલનું પણ પાલન કરવું પડશે. માસ્ક વગર જોવા મળતા લોકો પર દંડની કાર્યવાહી થશે

આ નિયમ ફ્લાઇટ અને ટ્રેન બંનેના મુસાફરોને લાગુ પડશે. ફ્લાઇટના કિસ્સામાં લેન્ડિંગના 72 કલાક પહેલા કોરોના ટેસ્ટ કરેલો હોવો જોઇએ. ટ્રેનના કિસ્સામાં આ સમગાળો 96 કલાકનો રાખવામાં આવ્યો છે. રોડ ટ્રાવેલના કિસ્સામાં આ રાજ્યોના મુસાફરોનું સિમ્પોટની તપાસ થશે. કોઇ કોઇ લક્ષણો નહીં જણાય તો તેમને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે. કોરોના લક્ષણો ધરાવતા મુસાફરોએ પાછા મોકલવામાં આવશે.