(Photo by MUNIR UZ ZAMAN/AFP via Getty Images)

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના મહિના અગાઉ મુખ્યપ્રધાન મમતા બેનરજીને વધુ એક ઝટકો લાગ્યો છે. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસમાંથી ટોચના પ્રધાનો મમતાદીદીનો સાથ છોડીને ભાજપમાં જોડાવાનો સિલસિલો હજી પણ યથાવત્ છે. મમતા સરકારમાં વન પ્રધાન રાજીવ બેનરજીએ પોતાના પદેથી શુક્રવારે રાજીનામું આપ્યું હતું.. રાજીવ બેનરજીએ રાજીનામામાં લખ્યું હતું કે, પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવી ખૂબજ સમ્માન અને સૌભાગ્યની વાત છે. મને આ તક મળી તેના બદલ હું દિલથી આભાર વ્યક્ત કર્યું છું.

જીવ બેનરજીના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો છે. શું તેઓ પણ શુભેન્દુ અધિકારીની જેમ ભાજપનો કેસરીયો ધારણ કરશે તે અંગેની અટકળો વહેતી થઈ છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે રાજીવ બેનરજીનું રાજીનામું મંજૂર કર્યું હતું.

પશ્ચિમ બંગાળમાં પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે ત્યારે ટીએમસીમાંથી એકપથી એક 40 જેટલા ધારાસભ્યો પક્ષ પલટો કરશે તેવો દાવો ભાજપે કર્યો હતો. ભાજપના મતે સંખ્યાબંધ ટીએમસી એમએલએ તેમના સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરીએ તેમજ ગૃહપ્રધાન અમિત શાહ 30 જાન્યુઆરીએ બંગાળની મુલાકાત લેશે જેનાથી ભાજપનું મિશન વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.