• અમિત રોય દ્વારા

બ્રિટિશ એશિયન લેન્ડસ્કેપ ડિઝાઈનર મનોજ માલદેની રોયલ હોર્ટિકલ્ચરલ સોસાયટીના ઇન્ક્લુસીવીટી માટેના એમ્બેસેડર તરીકે વરણી કરવવામાં આવી હતી. તેની જાહેરાત સોમવારે (23) ના રોજ ચેલ્સિ ફ્લાવર શોમાં કરવામાં આવી હતી.

ગરવી ગુજરાત સાથે વાત કરતા મનોજ માલદે જણાવ્યું હતું કે ‘’મારૂ ધ્યેય ખાસ કરીને વંશીય લઘુમતીઓને ચેલ્સિયા, હેમ્પટન કોર્ટ પેલેસ અને ટેટન પાર્ક જેવા RHS શોની મુલાકાત લે તે છે. જેને હાલમાં ઇંગિલ્શ અપર અને મિડલ ક્લાસના લોકો માટે જ છે તેમ માનવામાં આવે છે. આરએચએસના દરવાજા પહેલેથી જ ખુલ્લા છે પરંતુ સંસ્થાએ વંશીય લઘુમતીઓને જાગૃત કરવા માટે વધુ કરવાની જરૂર છે. બ્રિટિશ એશિયનોએ ચેલ્સિ જેવી ઇવેન્ટ્સમાં આવવા માટે ડરવું જોઈએ નહીં. અન્ય સમુદાયો સાથે જોડાણો બનાવવા હું તેમને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેઓ જે અવિશ્વસનીય કાર્ય કરે છે તેના વિશે આપણે સાંભળવું જોઈએ. મારી સૌને વિનંતી છે કે તેઓ તેમના ઘરના બગીચાને કોંક્રિટ કાર પાર્કમાં ન ફેરવે. કારણ કે તે પૂરને પ્રોત્સાહિત કરે છે.’’

RHS એ જાહેરાત કરી હતી કે “મનોજ RHSને તેના દરવાજા વધુ પહોળા કરવા અને બધા માટે વધુ સુલભ બનવામાં મદદ કરશે”.

હર્ટફોર્ડશાયરમાં બ્રુકમેન પાર્કમાં રહેતા માલદે, કેન્યાના મોમ્બાસામાં ગુજરાતી ઓશવાલ સમુદાયમાં જન્મેલા છે અને 1973માં ચાર વર્ષની ઉંમરે લંડન આવ્યા હતા. તેમને RHSમાં પરિવર્તન લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.  માલદેએ 2017માં ચેલ્સિ ફ્લાવર શો માટે ગાર્ડન ડિઝાઇન કર્યો હતો. ગયા વર્ષે તેમની છ ભાગની BBC2 શ્રેણી, યોર ગાર્ડન મેડ પરફેક્ટ પ્રસારિત થઇ હતી. આ વર્ષે તેઓ “અભયારણ્ય શ્રેણી”માં ચેલ્સિ ખાતે જજ બન્યા છે. RHS દ્વારા 10 નવા રાજદૂતો નિયુક્ત કરાયા છે.