શનિવારે રમાયેલી પુરૂષોની ડબલ્સની ફાઈનલમાં ફ્રાન્સના પીએરે-હ્યુજીસ હર્બર્ટ (જમણી બાજુ) અને નિકોલસ માહુટ (ડાબી બાજુ)ની જોડીએ બીજું ફ્રેન્ચ ઓપન ટાઈટલ હાંસલ કર્યું હતું. (Photo by ANNE-CHRISTINE POUJOULAT/AFP via Getty Images)

શનિવારે જ રમાયેલી પુરૂષોની ડબલ્સની ફાઈનલમાં ફ્રાન્સના પીએરે-હ્યુજીસ હર્બર્ટ અને નિકોલસ માહુટની જોડીએ એલેકઝાન્ડર બુબ્લિક – આન્દ્રે ગોલુબેવની જોડીને બે કલાક 11 મિનિટના જંગ પછી 4-6, 7-6 (1), 6-4થી હરાવી પોતાનું બીજું ફ્રેન્ચ ઓપન ટાઈટલ હાંસલ કર્યું હતું. તેઓ ચારેય ગ્રાંડ સ્લેમ ટાઈટલ્સ મેળવી ચૂક્યા છે, તો બન્ને સાથીઓ ફ્રેન્ચ હોય અને ફ્રેન્ચ ઓપન બે વખત જિત્યા હોય તેવી પહેલી જોડી તરીકેનો રેકોર્ડ તેમણે કર્યો છે.