મેરી કોમે મહિલા બોક્સિંગની ક્વાર્ટર ફાઈનલમાં કોલમ્બિયાની ઈંગ્રિટ વાલેંસિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. Pool via REUTERS/Luis Robayo

ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ મેળવવાનું મેરી કોમનું સપનું તૂટ્યું છે. મેરી કોમે મહિલા બોક્સિંગની ક્વાર્ટર ફાઈનલમાં કોલમ્બિયાની ઈંગ્રિટ વાલેંસિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે તે 2016માં રિયોમાં યોજાયેલા ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા છે. મેરી કૉમ આ પહેલા બે વાર કોલમ્બિયાની આ એથ્લીટ સાથે રમી ચુક્યા છે અને બન્ને મેચમાં મેરી કોમની જીત થઈ હતી.

2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઈનલમાં પણ કોલમ્બિયાની આ પ્લેયર સામે મેરી કોમે જીત મેળવી હતી.પ્રથમ રાઉન્ડમાં, મેરી કોલમ્બિયન બોક્સર સામે 1-4થી હારી ગઈ હતી, જ્યારે બીજા રાઉન્ડમાં ભારતીય બોક્સરે જોરદાર વાપસી કરી અને 3-2થી જીત મેળવી. જો કે, ત્રીજા રાઉન્ડમાં, વેલેન્સિયાએ ન માત્ર વાપસી કરી, પરંતુ મેચ 3-2થી જીતી લીધી. મેરી કોમે આ પહેલા પણ બે વાર કોલમ્બિયાની મુક્કાબાજને હરાવી. જેમા 2019 વર્લ્ડ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલ પણ સામેલ છે.

આ પહેલા ડોમેનિકા ગણરાજ્યની મિગુએલિના હર્નાડિઝે ગાર્સિયા પર શાનદાર જીત મેળવીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. ઓલિમ્પિક 2012ની બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કૉમે પોતાનાથી 15 વર્ષ જૂનિયર અને પેન અમેરિકન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતાને 4-1થી હરાવી હતી. અત્યાર સુધી ભારત તરફથી મીરાબાઈ ચાનુ એક મેડલ જીતીને લાવ્યા છે.