ફાઇલ ફોટો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉજવણીમાં પાંચ વર્ષમાં થયેલા વ્યાપક વિકાસ કામો લોકો સમક્ષ રજૂ કરાશે.

આ ઉજવણી દરમિયાન “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” સૂત્ર હેઠળ જનકલ્યાણના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાશે. રૂપાણી સરકારના શાસનના પાંચ વર્ષ નિમિત્તે તારીખ 1 ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ, 2 ઓગસ્ટ સંવેદના દિવસ, 3 ઓગસ્ટ અન્નોત્સવ દિવસ, 4 ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, 5 ઓગસ્ટ કિસાન સન્માન દિવસ, 6 ઓગસ્ટ રોજગાર દિવસ, 7 ઓગસ્ટ વિકાસ દિવસ, 8 ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ અને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે.

3 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યના ૧૭,000 પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ અન્વયે ૪.રપ લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ પ કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ કરશે. ૭ ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહ ‘વતન પ્રેમ’ નવતર યોજનાનો પ્રારંભ અને રૂ.૩૯૦૬ કરોડના મોટા પ્રોજેકટના લોકાર્પણ-ખાતમૂર્હત કરશે. ર ઓગસ્ટે સંવેદના દિવસે નાના-ગરીબ-વંચિત લોકો પ્રત્યેની સંવેદના સાથે પ૦૦ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમોમાં લાખો લોકોને સરકારની યોજનાઓના લાભ અપાશે તથા ૪૯૪૧ અનાથ-નિરાધાર બાળકોને રૂ. ૧.૧૮ કરોડની સહાય અપાશે.

5 ઓગસ્ટે કિસાન સન્માન દિવસે સાત પગલાં ખેડૂત કલ્યાણના હેઠળ ૩,૦૨૫ ખેડૂતોને રૂ. ૫.૧૮ કરોડનું સહાય વિતરણ, ૧૪0 ૦૦ ગામોના ૧ લાખ ૧૦ હજાર ખેડૂતોને દિવસે વીજળી કિસાન સૂર્યોદય યોજના અન્વયે અપાશે.