અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના મેરીલેન્ડ સબર્બમાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉ બી આર આંબેડકરની 19 ફૂટ ઊંચી પ્રતિમાનું ઔપચારિક અનાવરણ કરાયું હતું. ભારત બહારની તે ડો. બાબસાહેબની સૌથી મોટી પ્રતિમા છે. (PTI Photo)(

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના મેરીલેન્ડ સબર્બમાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉ બી આર આંબેડકરની 19 ફૂટ ઊંચી પ્રતિમાનું ઔપચારિક અનાવરણ કરાયું હતું. ભારત બહારની તે ડો. બાબસાહેબની સૌથી મોટી પ્રતિમા છે.

“જય ભીમ”ના નારાઓ વચ્ચે અમેરિકાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આશરે 500થી વધુ લોકોની હાજરીમાં 19-ફૂટ ઉંચી “સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી”ના અનાવરણ કરાયું હતું. ભારે વરસાદ હોવા છતાં લોકોનો ઉત્સાહ કે ઊર્જાને અસર થઈ ન હતી. ઘણાએ 10 કલાક જેટલા લાંબા સમયની મુસાફરી કરીને આવ્યા હતા અને તેને ઐતિહાસિક ઘટના ગણાવી હતી.

જાણીતા કલાકાર અને શિલ્પકાર રામ સુતારે આ પ્રતિમાનું નિર્માણ કર્યું છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખાતી સરદાર પટેલની પ્રતિમા પણ બનાવી હતી.

આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર (AIC)ના પ્રમુખ રામ કુમારે જણાવ્યું હતું કે, “અમે તેને સમાનતાની પ્રતિમા કહીએ છીએ… અસમાનતા માત્ર ભારતમાં જ એક સમસ્યા નથી, દરેક જગ્યાએ તે વિવિધ સ્વરૂપોમાં છે. 13 એકર ફેલાયેલા આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં પુસ્તકાલય, કન્વેન્શન સેન્ટર અને બુદ્ધ ગાર્ડન પણ છે.

LEAVE A REPLY

sixteen − 11 =