ગાઝા યુદ્ધની નિંદા કરતું ભાષણ આપવા બદલ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)માં એક ઇન્ડિયન-અમેરિકન વિદ્યાર્થી પર પદવીદાન સમારોહમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂકાયા હતો.
ગાઝામાં યુદ્ધનો વિરોધ કર્યા પછી શિસ્તનો સામનો કરનારા વિદ્યાર્થીઓની યાદીમાં MITના 2025 ક્લાસ પ્રેસિડેન્ટ મેઘા વેમુરીનો ઉમેરો થયો હતો. વેમુરીએ સીએનએનને જણાવ્યું કે તેના ભાષણ પછી યુનિવર્સિટીના વરિષ્ઠ નેતૃત્વએ જાણ કરી હતી કે શુક્રવારના સમારોહમાં હાજરી આપવાની મંજૂરી નથી અને કાર્યક્રમ સમાપ્ત થાય ત્યાં સુધી કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શિક્ષણ સંસ્થાના અધિકારીઓએ પણ આ સમારોહમાં હાજરી આપવા પર વેમુરી પર પ્રતિબંધને પુષ્ટી આપી હતી.
MITના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એમઆઈટી અભિવ્યક્તિની સ્વતંત્રતાને સમર્થન આપે છે, પરંતુ તેના નિર્ણય પર અડગ છે, જે વ્યક્તિ દ્વારા ઇરાદાપૂર્વક અને વારંવાર કોમેન્સમેન્ટ આયોજકોને ગેરમાર્ગે દોરવા અને સ્ટેજ પરથી વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવાના પ્રતિભાવમાં હતો.
જ્યોર્જિયામાં ઉછરેલી વેમુરી કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સમાં યોજાયેલા OneMIT કોમેન્સમેન્ટ સમારોહમાં એક વક્તા તરીકે નિયુક્ત કરાઈ હતી. તેને ગાઝામાં યુદ્ધનો વિરોધ કરવા બદલ તેના સાથીદારોની પ્રશંસા કરી હતી અને યુનિવર્સિટીના ઇઝરાયલ સાથેના સંબંધોની ટીકા કરી હતી.
