પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગ્લોબલ પેમેન્ટ ટેકનોલોજી કંપની માસ્ટરકાર્ડે ભારતની ડિજિટલ પ્લેટફોર્મ ઈન્સ્ટામોજોમાં ઇક્વિટી હિસ્સો ખરીદ્યો છે. જોકે તેની નાણાકી વિગતો જાહેર કરવામાં આવી ન હતી. ઈન્સ્ટામોજો નાના વેપારીઓ અને સ્વરોજગાર કરતા લોકોની મદદ કરતું ડિજિટલ પ્લેટફોર્મ છે.

માસ્ટરકાર્ડે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે, આ રોકાણના માધ્યમથી તે લાખોની MSME એકમો અને કામદારોને સરળ સોલ્યુશન પૂરા પાડશે. તેનાથી તે ઓનલાઈન સ્ટોર ચલાવતા, ડિજિટલ પેમેન્ટ મેળવવાની ક્ષમતા બનાવતા અને આ મહામારીના સમયમાં ભૌતિક સંપર્ક વિના ગ્રાહકોને જોડવામાં સમર્થ થઈ શકશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્સ્ટામોજોના પ્લેટફોર્મ સાથે જોડાયા બાદ એકમોને સંપૂર્ણપણે સક્રીય ઓનલાઈન સ્ટોર સાથે સંપર્ક થઈ જશે. તેમાં પેમેન્ટ અને માલ મોકલવા, માર્કેટિંગ, લોન અને લોજિસ્ટિક્સની સુવિધા પણ જોડાયેલી છે.

ઇન્સ્ટામોજો સ્મોલ એન્ડ માઇક્રો મર્ચન્ટને રેડી ટુ યુઝ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેનાથી તેઓ ઇ-કોમર્સ બિઝનેસ ચાલુ કરી શકે છે અને ડિજિટલ પેમેન્ટ સ્વીકારી શકે છે. ગયા વર્ષે અમેરિકા સ્થિત આ પેમેન્ટ ટેકનોલોજી કંપનીએ ભારતમાં સ્મોલ બિઝનેસને સપોર્ટ કરવા રૂ.250 કરોડની પ્રતિબદ્ધતા આપી હતી.