(Photo by GUILLAUME SOUVANT/AFP via Getty Images)

ભારતની દવા નિયમનકારી સંસ્થા મોડર્નાની કોરોના વેક્સીનને ટૂંકસમયમાં મંજૂરી આપે તેવી શક્યતા છે, એમ સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું.

મોડર્નએ જણાવ્યું હતું કે અમેરિકાની સરકારે ભારત સરકારને કોવેક્સ મારફત મોર્ડર્નાની વેક્સીનના કેટલાંક ડોઝ દાનમાં આપવાની જાહેરાત કરી છે અને આ વેક્સીન માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્રડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની મંજૂરી માગી છે. મુંબઈ સ્થિત ફાર્મા કંપની સિપ્લાએ અમેરિકાની કંપની વતી આ વેક્સીનની આયાત અને માર્કેટિંગની મંજૂરી મેળવવા માટે અરજી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ટૂંકસમયમાં મંજૂરી આપી શકે છે.

મોર્ડના વેક્સિનના બે ડોઝની અસર કોરોના સામે 90%થી વધુ છે અને ખાસ કરીને કોરોનાના ગંભીર સંક્રમણ સામે લડવા માટેની ક્ષમતા 95% કરતા પણ વધુ છે. યુએસ નેશનલ ઈન્સટીટ્યુટ ઓફ હેલ્થે મોર્ડના સાથે મળીને મેસેન્જર રીબોનુક્લિક એસિડ(mRNA) ટેક્નોલોજીથી કોરોનાની રસી બનાવી છે. અત્યારસુધી મોર્ડના રસીને કેનેડા, યુનાઈટેડ સ્ટેટ્સ(‌અમેરિકા) અને બ્રિટનમાં ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી મળી છે અને મોર્ડનાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની પણ માન્યતા પ્રાપ્ત છે.