મઝહર હુસૈન

14 વર્ષની છોકરીનું જાતીય શોષણ કરી પોતાનો ગુનો છુપાવવા માટે તેની સાથે નકલી લગ્ન કરીને છેતરપિંડી કરનાર સાયન્સ ટીચર મઝહર હુસૈન પર ટીચિંગ રેગ્યુલેશન એજન્સી (ટીઆરએ)ની સુનાવણી બાદ એજ્યુકેશન સેક્રેટરીએ શાળાઓમાં ભણાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

બર્મિંગહામના સ્ટેચફોર્ડના ઓલ્ડ ફાર્મ રોડના મઝહર હુસૈને તેની પીડિત વિદ્યાર્થિની જે તે સમયે 14 વર્ષની હતી ત્યારે સેક્સ એટેક શરૂ કરતા પહેલા તેના પર ઘરેણાં અને મોબાઇલ ફોન સહિતની ભેટો વરસાવી હતી જેથી તેઓ જેથી તેઓ ગુપ્ત રીતે વાતચીત કરી શકે. તેણે ફોન પર નકલી લગ્ન સમારોહ પણ કર્યો હતો અને તેઓ એકબીજાને પતિ-પત્ની તરીકે ઓળખાવતા હતા.

તે કિશોરીએ પોતાના કૌટુંબિક મિત્રને આ અંગે જણાવતા તેણે પોલીસમાં જવાનું કહ્યું હતું અને આ દુર્વ્યવહારનો અંત આવ્યો હતો. ગયા માર્ચમાં બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં 16 વર્ષથી ઓછી વયના બાળક સાથે જાતીય પ્રવૃત્તિ કરી હોવાની કબૂલાત કર્યા બાદ હુસૈનને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલ કરવામાં આવી હતી.

તેની ધરપકડ બાદ, વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે તેમના ફોન પર તેમની વચ્ચેના 2,000થી વધુ સંદેશાઓ શોધી કાઢ્યા, જેમાંથી ઘણા આયોગ્ય હતા. હુસૈને એપ્રિલ અને મે 2018ની વચ્ચે પીડિત કિશોરીને ગૃમ કરી હતી અને મે 2018માં વેસ્ટ મિડલેન્ડ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.