મીરાભાઇ ચાનુ REUTERS/Edgard Garrido

ચીનની મહિલા વેઈટલિફ્ટર હોઉ ઝિહુઈએ શનિવાર ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સ્પર્ધાનો સિલ્વર મેડલ ભારતની મીરાબાઈ ચાનુએ જીત્યો હતો. અહેવાલો મુજબ, 49 કિલોગ્રામમાં ચેમ્પિયન બનલી ચીનની મહિલા વેઈટલિફ્ટરનો ફરીથ ડોપ ટેસ્ટ થશે.

જો ચીનની વેઈટલિફ્ટર ટોપ ટેસ્ટમાં ફેઈલ થશે તો ચાનુને ગોલ્ડ મેડલ મળી શકે છે. એન્ટી ડોપિંગ અધિકારીઓએ ઝિહુઈને ફરીથી ડોપ ટેસ્ટ માટે ટોક્યોમાં જ રહેવાનો આદેશ અપાયો છે. ચીનની મહિલા વેઈટલિફ્ટરે સ્નેચમાં 94 કિલો વજન ઉઠાવી ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. મીરાબાઈએ સ્નેચમાં 87 કિલો વજન ઉઠ્વાયો, તો ક્લીન એન્ડ જર્કમાં 115 કિલોનું વજન ઉઠાવ્યું. મારીબાઈ છેલ્લા પ્રયાસમાં 117 કિલો વજન ઉઠાવવામાં નિષ્ફળ રહી હતી.
નિયમ કહે છે કે, જો ખેલાડી ડોપ ટેસ્ટમાં ફેઈલ જાય છે તો, સિલ્વર જીતનારા મેડલિસ્ટને ગોલ્ડ આપી દેવાશે. મીરાબાઈ ચાનુએ કુલ 202 કિલો વજન ઉઠાવ્યું હતું. કર્ણમ મલેશ્વરી બાદ ઓલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગમાં મેડલ જીતનારી મીરાબાઈ બીજી ભારતીય છે.